News of Monday, 16th September 2024
ચીનમાં બેબિંકા ટાયકુનેએ ભારે તબાહી મચાવી :શાંઘાઈમાં 75 વર્ષમાં સૌથી ભયાનક વાવાઝોડુ ત્રાટક્યું: જુઓ વિડિઓ
શાંઘાઈના પૂર્વી તટ વિસ્તાર લિંગાંગ ન્યૂ સિટીમાં લેન્ડફોલ થયું: ચારેય બાજુ વ્યાપક તબાહી :તોફાનની જગ્યાથી હજારો રોકાણકારોને શંઘાઈ મહાનગર વિસ્તારથી સુરક્ષિત સ્થળએ ખસેડાયા :બે મુખ્ય એરપોર્ટ પર તમામ ઉડ્ડયનો રદ્દ

🚨🇨🇳 | TYPOON BEBINCA HITS SHANGHAI, CHINA
— Weather Monitor (@WeatherMonitors) September 16, 2024
- Strongest typhoon to hit #Shanghai since 1949
- Gusts reach 30-43.5 m/s in eastern Shanghai
- Center of typhoon located in the city#Bebinca | #Typhoonbebcina | #China pic.twitter.com/aJnIwDYbtZ
ચીનની આર્થિક રાજધાની શાંઘાઈએ 75 વર્ષમાં સૌથી શક્તિશાળી વાવાઝોડાનો સામનો કરવો પડ્યો છે.
ટાઈફૂન બેબિંકા સ્થાનિક સમય પ્રમાણે 7:30 વાગે શાંઘાઈના પૂર્વી તટ વિસ્તાર લિંગાંગ ન્યૂ સિટીમાં લેન્ડફોલ થયું હતું, તેમ ચીનના હવામાન વિભાગે આ માહિતી આપી હતી.
ટાઈફૂન બેબિંકાએ શાંઘાઈને ચારેય બાજુ વ્યાપક તબાહી મચાવી છે. તોફાનની જગ્યાથી હજારો રોકાણકારોને શંઘાઈ મહાનગર વિસ્તારથી સુરક્ષિત સ્થળો ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. શહેરના બે મુખ્ય એરપોર્ટ પર તમામ ઉડ્ડયનો રદ્દ કરવામાં આવ્યા છે.
ચીનના સરકારી મીડિયાની માહિતી પ્રમાણે બેબિંકા શંઘાઈમાં છેલ્લા 75 વર્ષમાં આ સૌથી શક્તિશાળી વાવાઝોડુ છે. શાંઘાઈમાં સામાન્ય રીતે ટાઈફુન લેન્ડફોલ થતું નથી, પણ સામાન્ય રીતે ચીનના દક્ષિણી ભાગમાં તે પહોંચે છે. આ વાવાઝોડાના કેન્દ્રમાં 151 કિમી પ્રતી કલાક ઝડપ હતી. 4 લાખથી વધારે લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા છે.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
