News of Tuesday, 17th September 2024
મમતા સરકારે ડોકટરોની માંગણી સ્વીકારી, પોલીસ કમિશનર સહિત 4 અધિકારીઓને હટાવાયા :વિરોધ ખતમ કરવા અપીલ
જુનિયર ડોક્ટરો સાથે લાંબી વાતચીત બાદ સીએમએ માંગણીઓ સ્વીકારી:પોલીસમાં બદલાવ ઉપરાંત મેડિકલ એજ્યુકેશનના નિયામક અને આરોગ્ય સેવાઓના નિયામકને પણ પદ પરથી દૂર કરાયા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે મોડી રાત્રે જાહેરાત કરી કે કોલકાતાના પોલીસ કમિશનર વિનીત ગોયલને તેમના પદ પરથી હટાવવામાં આવશે. કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડોક્ટર સાથે બળાત્કાર અને મૃત્યુ બાદ લાંબા સમયથી વિરોધ કરી રહેલા ડોક્ટરો સાથે છ કલાકની બેઠક બાદ તેમણે આ નિર્ણય લીધો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે કોલકાતા પોલીસના ડેપ્યુટી કમિશનર (ઉત્તર), જેમની સામે પીડિત પરિવારે લાંચ લેવાના આરોપો લગાવ્યા છે, તેમને પણ હટાવવામાં આવશે
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે, જુનિયર ડોક્ટરોની માંગને ધ્યાનમાં લઈને કોલકાતા પોલીસ કમિશનર વિનીત કુમાર ગોયલે મીટિંગમાં કહ્યું છે કે તેઓ રાજીનામું આપવા તૈયાર છે. વિનીત નવા સીપીને જવાબદારી સોંપશે
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે અમે ડોક્ટરોની 4માંથી 3 માંગણીઓ સ્વીકારી લીધી છે. ડીસી નોર્થ (અભિષેક ગુપ્તા)ને પણ હટાવવામાં આવશે અને મંગળવારે (આજે) નવા ડીસી અંગે નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત ડોકટરોની સુરક્ષા માટે પણ સંપૂર્ણ કાળજી રાખવામાં આવશે.
મમતા બેનર્જીએ કહ્યું કે સરકારે વિરોધ કરી રહેલા ડોકટરોની ચારેય માંગણીઓ સ્વીકારી લીધી છે અને તેમાંથી એક સીબીઆઈ તપાસ પહેલાથી જ ચાલી રહી છે, સીએમએ કહ્યું કે જુનિયર ડોકટરોની માંગને ધ્યાનમાં રાખીને, કોલકાતાના પોલીસ કમિશનર વિનીત કુમાર ગોયલે જણાવ્યું હતું બેઠક કે તેઓ રાજીનામું આપવા તૈયાર હતા. વિનીત સાંજે 4 વાગ્યે નવા સીપીને જવાબદારી સોંપશે.
(12:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
