<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

પતિ લગ્નના ૪૦ દિવસમાં ફક્‍ત ૬ વખત જ ન્‍હાયો છે....પત્‍નીએ માંગ્‍યા છૂટાછેડા

ઉત્તરપ્રદેશથી એક વિચિત્ર મામલો સામે આવ્‍યોઃ પતિની ગંદી આદતના લીધે પત્‍ની રાતોરાત પિયર જતી રહી

આગ્રા,તા. ૧૭: યુપીના આગરામાં પતિ-પત્‍ની વચ્‍ચે એક હેરાન કરી દેતો મામલો સામે આવ્‍યો છે. મહિલાએ પતિને લઈને એક મોટો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મહિલાએ કહ્યું કે, ‘લગ્નના ચાલીસ દિવસ થઈ ગયા છે, મારો પતિ ખાલી છ વખત ન્‍હાયો છે.'

આ વાતની જાણ થતા પત્‍ની પિયર જતી રહી હતી. પોલીસમાં ફરિયાદ નોંધાવી, જેમાં આરોપ હતો દહેજના ત્રાસનો. જોકે, કાઉન્‍સેલિંગ કરતા વિવાદનું અસલ કારણ સામે આવ્‍યું. તારીખ આવતા પતિ-પત્‍નીને બોલાવવામાં આવ્‍યા. પતાવટની કોશિશ પણ કરાઈ. ત્‍યારે જઈને પત્‍નીએ કહ્યું કે, મારો પતિ રોજ નહાશે તો જ હું તેની સાથે રહીશ. તે આવા ગંદા વ્‍યક્‍તિ સાથે કેવી રીતે રહી શકે છે, જે રોજે ન્‍હાતો ન હોય

યુવતી સવારે વહેલા ઉઠીને પૂજાપાઠ કરતી હતી. સાસરિયા પહોંચતા પણ તેણે આ બધી પ્રથા નિભાવી. પરંતુ નજારો અલગ જ હતો. તેણે જોયું કે, પતિ બાથરૂમમાં જાય છે અને હાથ-પગ ધોઈને બહાર નીકળી જાય છે. વાળ પર પાણીનો હાથ ફેરવી લે છે. તેને ન્‍હાવાનું મન થતું નથી.

પત્‍નીએ પતિને ઠપકો આપ્‍યો કે, હવે નાહીને જ પૂજા થશે અને તે ભગવાનને હાથ પણ લગાડવા દેશે નહીં. તેના ઘરે આવું થતું ન હતું, રોજે નાહીને જ પૂજા-અર્ચના થતી હતી. ભલે જેટલી પણ ઠંડી કેમ ન હોય. ત્‍યારે પતિએ તેને આડુંઅવળું કહી દીધું અને કહ્યું કે, જે જેવો છે, તેમ જ રહેશે. કોઈના કહેવા પર ૨૪ કલાક બાથરૂમમાં પડ્‍યો નહીં રહે. તેને આ રીતે નહાવાની આદત છે. તેમાંથી કોઈ વાસ આવતી નથી.

વિવાદ એટલો વધી ગયો કે પત્‍ની તેના પિયર જતી રહી. જયારે તેણે તેના માતા-પિતાને વિવાદનું કારણ જણાવ્‍યું તો યુવતીના પરિવારજનો પણ હેરાન થઈ ગયા. આ બાબતે કેટલાક લોકોએ તેની મજાક પણ ઉડાવી હતી. ન્‍હાવાના વિવાદનો મામલો એટલો વધી ગયો હતો કે પતિએ પત્‍નીને સાફ કહી દીધું કે, જે કરવું હોય તે કરો,તે પોતાની રીતે જીવશે.

પોલીસ હવે આ મામલો ઉકેલશે. ફેમિલી કાઉન્‍સેલિંગ સેન્‍ટરમાં કાઉન્‍સેલિંગ કરવામાં આવશે. સ્‍નાન કરવાથી થતા ફાયદાઓ સમજાવવામાં આવશે. એવી કોશિશ રહેશે કે, પતિ દરરોજ ન્‍હાય અને ઘરમાં કોઈપણ પ્રકારના ઝઘડા ન થાય. (

(9:39 AM IST)