તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 17th September 2024
ન્યુયોર્ક સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ : મોદી વિરૂધ્ધ અપશબ્દ લખાયા
કેનેડા બાદ હવે અમેરિકામાં હિન્દુ મંદિરોને નિશાના પર લેવાતા જબરો રોષ ફાટી નીકળ્યો : ભારત સરકારે ઘટનાની આકરા શબ્દોમાં ટીકા કરી : BAPS સંસ્થાએ પણ ઘટનાને વખોડી : પગલા લેવા માંગ

ન્યુયોર્ક, તા.૧૭: અમેરિકાના ન્યુયોર્ક સ્થિત BAPS સ્વામી નારાયણ મંદિરમાં તોડફોડનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એટલું જ નહીં મંદિરમાં પીએમ મોદી વિરુદ્ધ અપશબ્દો પણ લખવામાં આવ્યા હતા. અજાણ્યા હુમલાખોરોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. ન્યૂયોર્કમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે મંદિરની તોડફોડની સખત નિંદા કરી અને કહ્યું કે તે એક જઘન્ય અપરાધ છે. આ ઘટનામાં સંડોવાયેલા ગુનેગારો સામે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. BAPS સ્વામી નારાયણ સંસ્થાએ મેલવિલે, ન્યૂ યોર્કમાં BAPS સ્વામી નારાયણ મંદિરને નફરતભર્યા સંદેશાઓ સાથે અપમાનિત કરવાની પણ નિંદા કરી છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઉત્તર અમેરિકાના વિવિધ હિંદુ મંદિરોમાં આવી જ ઘટનાઓ બની છે.
ન્યૂયોર્કમાં ભારતીય દૂતાવાસ તરફથી ટ્વિટર પર એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, ન્યૂયોર્કના મેલવિલેમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ અસ્વીકાર્ય છે. દૂતાવાસ સમુદાયના સંપર્કમાં છે અને આ ઘૃણાસ્પદ ઘટનાના ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવા માટે યુએસ કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે આ મામલો ઉઠાવ્યો છે.
અમેરિકામાં હિંદુ મંદિર પર હુમલાની એક નવી ઘટનામાં ન્યૂયોર્કના સ્વામિનારાયણ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. મેલવિલેમાં મંદિરનો રસ્તો અને મંદિરની બહારના ચિホોને અપશબ્દોથી રંગવામાં આવ્યા છે. ન્યૂયોર્કમાં ભારતીય કોન્સ્યુલેટે મંદિરની તોડફોડની આકરી નિંદા કરી છે અને તેને ઘૃણાસ્પદ કળત્ય ગણાવ્યું છે. આ સાથે ગુનેગારો સામે કાર્યવાહી માટે અમેરિકન સત્તાવાળાઓ સમક્ષ મામલો ઉઠાવવામાં આવ્યો છે. ભારતીય કોન્સ્યુલેટે સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, મેલવિલે, ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ અસ્વીકાર્ય છે.
પોસ્ટમાં વધુમાં ઉમેર્યું હતું કે કોન્સ્યુલેટ સમુદાયના સંપર્કમાં છે અને આ ઘૃણાસ્પદ કળત્યના ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવા માટે યુએસ કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે આ મામલો ઉઠાવ્યો છે. ન્યૂયોર્કમાં મંદિર પર હુમલો એવા સમયે થયો છે જ્યારે પીએમ થોડા દિવસો પછી ૨૨ સપ્ટેમ્બરે નાસાઉ કાઉન્ટીમાં એક મોટા સમુદાયના કાર્યક્રમને સંબોધિત કરવાના છે. નાસાઉ કાઉન્ટી મેલવિલેથી લગભગ ૨૮ કિમી દૂર સ્થિત છે.
હિંદુ અમેરિકન ફાઉન્ડેશનની પોસ્ટમાં કહ્યું છે કે ન્યાય વિભાગ અને હોમલેનડ સુરક્ષા વિભાગે હુમલાની તપાસ કરવી જોઇએ. કારણ કે ટુંક સમયમાં ભારતીય સમુદાયની સભા યોજાઇ છે.એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. હિંદુ અમેરિકન ફાઉન્ડેશનના એક્ઝિકયુટિવ ડાયરેક્ટર સુગહ શુક્લાએ ટ્વિટર પર લખ્યું, જે લોકો ચૂંટાયેલા નેતા પ્રત્યે તેમની નફરત વ્યક્ત કરવા માટે હિંદુ મંદિર પર હુમલો કરે તેમની સંપૂર્ણ કાયરતા સમજવી મુશ્કેલ છે. આ હુમલાને હિંદુ અને ભારતીય સંસ્થાઓ સામે તાજેતરની ધમકીઓના સંદર્ભમાં જોવું જોઈએ.
તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ તાજેતરમાં હિન્દુ અને ભારતીય સંસ્થાઓને ધમકી આપતો વીડિયો શેર કર્યો હતો. હિંદુ અમેરિકન ફાઉન્ડેશને ન્યૂયોર્કમાં તોડફોડની ઘટના અને કેલિફોર્નિયા અને કેનેડામાં મંદિરો પરના હુમલા વચ્ચે સમાનતા દર્શાવી છે.
સ્વામિનારાયણ સંસ્થા (BAPS) એ મંદિરને અપવિત્ર કરવાની ઘટનાની નિંદા કરી છે. સંગઠને કહ્યું કે ઉત્તર અમેરિકામાં વિવિધ હિંદુ મંદિરોમાં આવી જ ઘટનાઓ બની છે. એક નિવેદનમાં, સંગઠને કહ્યું કે તેઓ આ અપરાધના ગુનેગારો માટે પ્રાર્થના કરે છે કે તેઓ તેમની નફરતથી પોતાને મુક્ત કરે અને માનવતા તરફ આગળ વધે.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
