News of Tuesday, 17th September 2024
શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસની સુપ્રીમકોર્ટમાં આગામી 4 નવેમ્બરે સુનાવણી
અરજીમાં અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમકોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

નવી દિલ્હી : શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ મસ્જિદ સમિતિની અરજી પર સુનાવણી કર્યા પછી, સુપ્રીમ કોર્ટે તેની આગામી સુનાવણી 4 નવેમ્બર સુધી ટાળી દીધી છે. અરજીમાં અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. હાઈકોર્ટે મંદિર પક્ષની 18 અરજીઓને સુનાવણી માટે લાયક ગણી હતી. સુપ્રીમ કોર્ટે મસ્જિદ કમિટીની અરજી પર નોટિસ જારી કરી હતી.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
