તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 17th September 2024
ભગવાન વિશ્વકર્મા જયંતિઃ નરેન્દ્રભાઇ એ પાઠવી શુભકામના

નવી દિલ્હી : આજે ભગવાન વિશ્વકર્મા જયંતિના પાવન દિવસે નરેન્દ્રભાઇએ ટ્વીટ કરી શુભકામનાઓ પાઠવી છે. નરેન્દ્રભાઇ એ ટ્વીટ કરી જણાવેલ કે, તમામ દેશવાસીઓને ભગવાન વિશ્વકર્મા જયંતિની અનેકાનેક શુભકામનાઓ આ અવસરે નિર્માણ અને સર્જન સાથે જોડાયેલ હુનરમંદ અને પરિશ્રમી સાથીઓને મારા ખાસ નમન. મને વિશ્વાસ છે કે વિકસીત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પની સિધ્ધીમાં તમારૂ અપ્રિતમ યોગદાન રહેનાર છે.
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
