તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૫, મંગળવાર
News of Tuesday, 17th September 2024
PN ગાડગીલ જ્વેલર્સનો શેર ૭૩ ટકા પ્રીમિયમ સાથે લિસ્ટ થયો
નેશનલ સ્ટોક એક્સચેન્જ પર PN ગાડગીલ જ્વેલર્સના શેરની કિંમત રૂપિયા ૮૩૦ પ્રતિ શેર પર ખુલી હતી, જે રૂપિયા ૪૮૦ની ઈશ્યુ કિંમત કરતાં ૭૨.૯૨ ટકા વધુ છે

મુંબઇ, તા.૧૭: ભારતીય શેરબજારમાં હાલ સારો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં આજે PN ગાડગીલ જ્વેલર્સના શેરનું પણ ૭૩ ટકા પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર PN ગાડગીલ જ્વેલર્સના શેરની કિંમત રૂપિયા ૮૩૦ પ્રતિ શેર પર ખુલી હતી, જે રૂપિયા ૪૮૦ની ઈશ્યુ કિંમત કરતાં ૭૨.૯૨ ટકા વધુ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર PN Gadgil જ્વેલર્સના શેરની કિંમત શેર દીઠ રૂપિયા ૮૩૪ પર ખુલી હતી, જે ઇશ્યૂ કિંમત કરતાં ૭૩.૭૫ ટકા વધારે છે. નિષ્ણાતોએ આગાહી કરી હતી કે પીએન ગાડગીલ જ્વેલર્સના શેરની કિંમત ૫૦ થી ૬૩ ટકાના પ્રીમિયમ સાથે ખુલશે.
PN ગાડગીલ જ્વેલર્સનું IPO સબસ્ક્રિપ્શન ૧૦ સપ્ટેમ્બરથી શરૂ થયું હતું અને ૧૨ સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર, બિડિંગના છેલ્લા દિવસે જ્વેલરી રિટેલ ચેઇન PNગાડગિલ જ્વેલર્સ લિમિટેડનો આઇપીઓ ૫૯.૪૧ વખત ઓવરસબ્સ્ક્રાઇબ થયો હતો
આ ઈસ્યુમાં રૂપિયા ૨૫૦ કરોડ સુધીના વેચાણની ઓફર અને SVG બિઝનેસ ટ્રસ્ટ દ્વારા રૂપિયા ૮૫૦ કરોડનો નવો ઈશ્યૂ સામેલ છે. જ્વેલરી કંપની દેવું ચૂકવવા માટે રૂપિયા ૩૦૦ કરોડ ફાળવવા અને FY26 સુધીમાં મહારાષ્ટ્રમાં ૧૨ સ્ટોર્સ ખોલવા માટે નવી ઓફરની આવકમાંથી રૂપિયા ૩૮૭ કરોડ ખર્ચ કરવા માગે છે. બાકીના ભંડોળનો ઉપયોગ નિયમિત વ્યવસાયિક જરૂરિયાતો માટે કરવામાં આવશે. ૨૯ ફેબ્રુઆરી સુધીમાં, પેઢી પર રૂપિયા૩૭૭.૪૫ કરોડનું દેવું હતું
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
