તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 17th September 2024
આતિશીને મળી દિલ્હીની ગાદી :બીજેપીએ પોસ્ટર કર્યું રિલીઝ: લખ્યું એવું કે જેથી રાજકીય હોબાળો નિશ્ચિત
ભાજપે આતિશીને 'કઠપૂતળી મુખ્યમંત્રી' ગણાવ્યા : ભાજપે સોશિયલ મીડિયા પર એક પોસ્ટર જાહેર કર્યું જેમાં અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના નવા સીએમ દેખાઈ રહ્યા છે.

આમ આદમી પાર્ટીએ દિલ્હીના નવા મુખ્યમંત્રી માટે આતિશીના નામની જાહેરાત કરી હતી, જે બાદ સાંજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. બીજેપીએ અરવિંદ કેજરીવાલના રાજીનામા અને નવા મુખ્યમંત્રી તરીકે આતિશીની નોમિનેશન માટે આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા છે
ભાજપે આતિશીને 'કઠપૂતળી મુખ્યમંત્રી' ગણાવ્યા છે. આ અંગે ભાજપે સોશિયલ મીડિયા પર એક પોસ્ટર જાહેર કર્યું છે, જેમાં અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના નવા મુખ્યમંત્રી આતિષી જોવા મળી રહ્યા છે. પોસ્ટરમાં કેજરીવાલ આતિશીને આંગળીઓ પર ડાન્સ કરતા જોવા મળે છે.
દિલ્હી બીજેપીના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ આમ આદમી પાર્ટી પર આરોપ લગાવતા કહ્યું કે ચહેરો બદલવાથી આમ આદમી પાર્ટીનું ચરિત્ર બદલાશે નહીં. ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા તેમના કેબિનેટ સાથીદાર આતિશીને મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરીને દિલ્હીને અરાજકતા તરફ ધકેલવાની તેમની યોજના છે.
વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે આમ આદમી પાર્ટી પોતાનો ચહેરો બદલીને નવનિર્માણ કરવા માંગે છે. જ્યારે દારૂના કૌભાંડમાં ગુનેગાર અરવિંદ કેજરીવાલ જેલમાં જતા હતા ત્યારે તેમણે તેમના વિભાગો વિભાજિત કર્યા હતા. તેમના મંત્રી કૈલાશ ગેહલોતને ઘણા વિભાગો આપવામાં આવ્યા હતા, મનીષ સિસોદિયા જે પહેલાથી જ જેલમાં હતા તેમણે મોં બંધ રાખવા માટે કિંમત માંગી હતી, તે કિંમતના બદલામાં કૈલાશ ગેહલોત પાસેથી વિભાગો છીનવીને આતિશીને આપવામાં આવ્યા હતા. જ્યારે આતિશીનું નામ મુખ્યમંત્રી માટે સામે આવ્યું ત્યારે મનીષ સિસોદિયાનું દબાણ આજે ફરી કામ કરી ગયું.
(9:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
