News of Wednesday, 18th September 2024
જમ્મુ કાશ્મીરની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 59.08 % મતદાન: સૌથી વધુ કિશ્તવરમાં: સૌથી ઓછુ પુલવામામાં મતદાન થયું
અનંતનાગમાં 54.17% , ડોડામાં 69.33 %, કિશ્તવરમાં 77.23 %, કુલગામમાં 62.46 %, પુલવામામા 46.66 %, રામબનમાં 67.71 % અને શોપિંયામાં 53.64 % ટકા મતદાન

જમ્મુ કાશ્મીરમાં યોજાયેલ વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં પ્રાથમિક અંદાજ મુજબ 59.08 % મતદાન થયું છે. જેમા સૌથી વધુ મતદાન કિશ્તવરમાં અને સૌથી ઓછુ મતદાન પુલવામા ખાતે નોંધાયું છે. આજે યોજાયેલ ચૂંટણીમાં અનંતનાગમાં 54.17% , ડોડામાં 69.33 %, કિશ્તવરમાં 77.23 %, કુલગામમાં 62.46 %, પુલવામામા 46.66 %, રામબનમાં 67.71 % અને શોપિંયામાં 53.64 % ટકા મતદાન થયુ છે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 24 બેઠકો પર મતદાન યોજાયુ હતું. આ 24 વિધાનસભા બેઠકો ઉપર કુલ 219 ઉમેદવારોએ તેમનુ ભાવી અજમાવ્યું છે. પ્રથમ તબક્કામાં દક્ષિણ કાશ્મીર ક્ષેત્રની 16 અને જમ્મુ ક્ષેત્રની 8 બેઠકો પર મતદાન થયુ છે
(9:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
