News of Wednesday, 18th September 2024
લાલબાગ ચા રાજાની શોભાયાત્રા ગિરગાંવ ચોપાટી પહોંચી અને અનંત અંબાણીએ પકડ્યો હાથ :બાપ્પાનું વિસર્જન :જુઓ વિડિઓ
અંબાણી પરિવારે લાલબાગ ચા રાજાને અર્પણ કરેલો 20 કિલો સોનાનો મુગટ ડિસમેન્ટલ કરવામાં આવ્યો હતો અને એનો ઉપયોગ સામાજિક કામ માટે કરવામાં આવશે

#AnanbhaiAmbani graces the grand visarjan of Lalbaug Cha Raja 🙏 celebrates a vibrant tradition with devotion 🌺✨ pic.twitter.com/3e8Qou4uZv
— Bollywood World (@bwoodworld) September 18, 2024
મુંબઈ સહીત દેશના અનેક વિસ્તારમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઊજવણી કરાઈ હતી મુંબઈના પ્રખ્યાત લાલબાગ ચા રાજાનું નામ સૌથી વધુ પ્રચલિત છે,લાલબાગ ચા રાજાની શોભાયાત્રા આખરે બુધવારે સવારે ગિરગાંવ ચોપાટી પહોંચી અને બાપ્પાનું વિસર્જન થયું. વિસર્જન સમયે બાપ્પાના દર્શન લેવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી,
બાપ્પાના વિસર્જન સમયે અનંત ખુદ તે સ્થળે હાજર રહ્યો હતો અને તેણે પોતાના હાથે બાપ્પાનું વિસર્જન કરતાં જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર અનંતના બાપ્પાનું વિસર્જન કરતાં વીડિયો અને ફોટો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં અનંત બાપ્પાની ભક્તિમાં લીન જોવા મળે છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ મંગળવારની બપોરથી જ લાલબાગ ચા રાજાની શોભાયાત્રા શરૂ થઈ ગઈ હતી અને અનંત અંબાણી પણ આ સમયે બાપ્પાના દર્શને પહોંચ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવારે પણ ખૂબ જ ધામધૂમથી ગણેશોત્સવની ઊજવણી કરી હતી. આ પહેલાં શનિવારની રાતે અનંત અંબાણી, શ્લોકા મહેતા, રાધિકા મર્ચન્ટ અને મુકેશ અંબાણી લાલબાગ ચા પંડાલમાં બાપ્પાના આશિર્વાદ લેવા પહોંચ્યા હતા.
સવારે જ્યારે બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું એ સમયે અંબાણી પરિવારે લાલબાગ ચા રાજાને અર્પણ કરેલો 20 કિલો સોનાનો મુગટ ડિસમેન્ટલ કરવામાં આવ્યો હતો અને એનો ઉપયોગ સામાજિક કામ માટે કરવામાં આવશે. આ મુગટની કિંમત 16 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ મુગટને તૈયાર કરવામાં બે મહિનાનો સમય લાગ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે ભક્તો મોટી સંખ્યામાં લાલબાગ ચા દર્શને આવે છે, પણ આ વખતે મહિલાઓ અને બાળકોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ સિવાય મંડળ દ્વારા મેડિકલ સેન્ટર અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. લોકો મોટી સંખ્યામાં બાપ્પાના દર્શન કરવા પહોંચે છે અને દિલ ખોલીને ચઢાવો પણ ચઢાવે છે. આ તમામ વસ્તુઓનો ઉપયોગ સામાજિક પ્રવૃત્તિઓ માટે કરવામાં આવે છે.
VIDEO | Anant Ambani, non-executive director, Reliance Industries, participates in 'visarjan' of Lalbaugcha Raja Ganesh idol at Mumbai's Girgaon Chowpatty. #GaneshUtsav2024 #MumbaiNews #lalbaugcharaja2024
— Press Trust of India (@PTI_News) September 18, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/wzj7RCjqOm
Final glimpse of Lalbaug Cha Raja 2024 ✨🙌🙏
— Wassup Mumbai (@Wassup_Mumbai) September 18, 2024
.#wassupmumbai #lalbaughcharaja #visarjan #mumbai pic.twitter.com/eWF8reDMJF
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
