News of Wednesday, 18th September 2024
હાઈવે પર એક છોકરીનો છોકરીની કપડાં વગરની માથું કપાયેલી લાશ મળતાં ખળભળાટ
હત્યા પહેલા તેને ખૂબ ટોર્ચર કરાઈ,તેના હાથ અને પગ પર ઈજાના નિશાન અને ફ્રેક્ચરા નિશાન :રેપ કે ગેંગરેપ બાદ તેની હત્યા કરાઈ હોવાની આશંકા

નવી દિલ્હી : મહિલાઓ સામેના ગુનાઓમાં મોટો વધારો થઈ રહ્યો છે. યુપીના કાનપુરમાં દિલ્હી હાઈવે પર એક છોકરીનો શિરચ્છેદ કરાયેલો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ખાસ વાત એ છે કે જ્યારે લાશ મળી ત્યારે છોકરીના શરીર પર એક પણ કપડું નહોતું. લાશ જોતાં એવું લાગી રહ્યું છે હત્યા પહેલા તેને ખૂબ ટોર્ચર કરાઈ હતી તેના હાથ અને પગ પર ઈજાના નિશાન અને ફ્રેક્ચરા નિશાન દેખાતાં હતા.
રેપ કે ગેંગરેપ બાદ તેની હત્યા કરાઈ હોવાની આશંકા છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
