<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

નેવીનું MQ9 ડ્રોન બંગાળની ખાડીમાં ક્રેશ થયું : વિમાન અમેરિકાથી લીઝ પર લેવાયુ હતું

ટેક્નિકલ ખામીના કારણે આ ડ્રોન અકસ્માતનો શિકાર બન્યું

નવી દિલ્હી : ભારતીય નૌકાદળનું MQ9 ડ્રોન બંગાળની ખાડીમાં ક્રેશ થયું છે. આ એક પ્રકારનું એરક્રાફ્ટ છે જેમાં કોઈ પાઈલટ નથી. તેનું પૂરું નામ MQ9B સી ગાર્ડિયન છે. ભારતીય નૌકાદળે તેને અમેરિકા પાસેથી લીઝ પર લીધું હતું

  નેવીના રિપોર્ટ અનુસાર, આ ડ્રોને પાણીમાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. નેવી પાસે પ્રિડેટર બી ડ્રોન છે, જે અમેરિકન કંપની જનરેશન એટોમિક્સ દ્વારા બનાવવામાં આવ્યા છે. નેવી પાસે આવા બે ડ્રોન હતા. તે ચાર વર્ષ માટે લીઝ પર લેવામાં આવ્યું છે. તેનું મુખ્ય કાર્ય સમુદ્રમાં થતી ગતિવિધિઓ પર ગુપ્ત માહિતી રાખવાનું છે. 

  ભારત અમેરિકાથી તેના MQ9 B ના 31 એડવાન્સ વર્ઝન ખરીદી રહ્યું છે. તાજેતરમાં જ નેવીએ અમેરિકાથી લીઝ પર બે MQ9C ગાર્ડિયન લીધા હતા.

 હિંદુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, તે તમિલનાડુના રાજલી નેવલ બેઝથી સંચાલિત થઈ રહ્યું હતું.

  નેવી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે INS રાજાલીથી ચલાવવામાં આવી રહેલા આ ડ્રોનમાં ટેકનિકલ ખામી હતી.

 આ ડ્રોને 1400 કલાકથી વધુ નિયમિત ઉડાન ભરી હતી. તે અમેરિકાથી લીઝ પર લેવામાં આવ્યું હતું. આ દુર્ઘટના અંગેનો વિગતવાર અહેવાલ તેને બનાવનારી કંપની જનરલ ઓટોમિક્સ પાસેથી માંગવામાં આવ્યો છે

(12:49 AM IST)