News of Thursday, 19th September 2024
દર ચોથા વ્યક્તિએ ક્લાઈમેટ ચેન્જને કારણે ભારે ગરમીનો સામનો કર્યો
આ વર્ષે જૂનથી ઓગસ્ટ વચ્ચે ૭૨ દેશોએ ૧૯૭૦ પછીની સૌથી ખરાબ ગરમીનો અનુભવ કર્યો હતો ભારતમાં ૪૨ કરોડ ૬૦ લાખ લોકો સાત દિવસ સુધી ભારે ગરમીના જોખમમાં રહ્યા : કેટલાક શહેરોમાં તાપમાન ત્રણ ગણું વધારે હતું

નવી દિલ્હી, તા.૧૯: ક્લાઈમેટ સેન્ટ્રલએ તેના નવા રિપોર્ટમાં જણાવ્યું છે કે આ વર્ષે જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં વિશ્વમાં દર ચોથા વ્યક્તિએ ક્લાઈમેટ ચેન્જને કારણે વધુ ગરમીનો સામનો કરવો પડ્યો હતો. જૂનથી ઓગસ્ટ દરમિયાન, ૨૦૦ કરોડથી વધુ લોકોએ ૩૦ દિવસ સુધી ભારે ગરમી સહન કરી, જેના કારણે તેમના સ્વાસ્થ્યને અસર થઈ. આ સમયગાળા દરમિયાન, ૭૨ દેશોએ ૧૯૭૦ પછીની સૌથી ખરાબ ગરમીનો અનુભવ કર્યો હતો અને આ ગરમી સંપૂર્ણપણે આબોહવા પરિવર્તનને કારણે હતી. ઉત્તર ગોળાર્ધના ૧૮૦ દેશોએ જૂનથી ઓગસ્ટ દરમિયાન ઓછામાં ઓછી એક ભારે ગરમીની લહેરનો અનુભવ કર્યો હતો, જે કાર્બન પ્રદૂષણથી ૨૧ ગણી વધુ ઘાતક બની હતી. ક્લાઈમેટ સેન્ટ્રલના વાઈસ પ્રેસિડેન્ટ એર્ન્ડ્યુ પરશિંગના જણાવ્યા અનુસાર, તાપમાનમાં વધારો કરવામાં ક્લાઈમેટ ચેન્જે મહત્વની ભૂમિકા ભજવી છે. કોઈપણ પ્રદેશ, દેશ કે શહેર આ ખતરાથી સુરક્ષિત નથી. તેમણે કહ્યું કે ૧૩ ઓગસ્ટ અત્યાર સુધીના ઈતિહાસનો સૌથી ગરમ દિવસ હતો.
જૂનથી ઓગસ્ટની સીઝન ૧૯૭૦ પછી બીજી સૌથી વધુ ગરમ હતી. આ ત્રણ મહિનામાં, ૨૯ દિવસ તાપમાન નોંધાયું હતું જે હવામાન પરિવર્તનને કારણે તાપમાન કરતા ત્રણ ગણું વધારે હતું. આ સમયગાળા દરમિયાન ૨ કરોડ ૫ લાખ લોકોએ ઓછામાં ઓછા ૬૦ દિવસ સુધી ભારે ગરમીનો સામનો કરવો પડ્યો હતો. ભારત દક્ષિણ એશિયાના દેશોમાં એક એવો દેશ બની ગયો છે, જ્યાં મોટાભાગના લોકો હવામાન પરિવર્તનને કારણે ગરમીની ઝપેટમાં રહે છે. દેશની કુલ ૧૩૮ કરોડની વસ્તીમાંથી ૪૨ કરોડ ૬૦ લાખ લોકો સાત દિવસ સુધી ભારે ગરમીના જોખમમાં હતા, જે કુલ વસ્તીના ત્રીજા ભાગના છે.
આ સમયગાળા દરમિયાન, ૧૧.૨ કરોડ લોકોએ લગભગ એક મહિના સુધી ગરમી સહન કરી જે તેમના સ્વાસ્થ્ય માટે જોખમી હતી. કેટલાક શહેરોમાં ગરમીની ખરાબ અસર જોવા મળી હતી. તિરુવનંતપુરમ, વસઈ-વિરાર, કાવારત્તી, થાણે, મુંબઈ અને પોર્ટ બ્લેર જેવા શહેરોમાં, હવામાન પરિવર્તનને કારણે તાપમાન ૭૦ કે તેથી વધુ દિવસો સુધી ત્રણ ગણું વધારે રહ્યું. મુંબઈમાં ૫૪ દિવસ આકરી ગરમી રહી હતી, જ્યારે કાનપુર અને દિલ્હીમાં તાપમાન ૩૯ ડિગ્રીથી ઉપર ગયું ત્યારે લાંબો સમયગાળો રહ્યો હતો. વાતાવરણમાં ફેરફારને કારણે આ તાપમાન ચાર ગણું વધારે હતું.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
