News of Thursday, 19th September 2024
૧ર૦૦ કરોડના પ્રોજેકટને કેન્દ્રની મંજૂરીઃ મંગળની જેમ શુક્ર પર મોકલાશે ઓર્બીટર
ચંદ્ર અને મંગળ પછી હવે શુક્ર પર છે ભારતીય વૈજ્ઞાનિકોની નજર

નવી દિલ્હી તા. ૧૯: કેન્દ્ર સરકારે વીનસ ઓર્બીટર મીશનને મંજૂરી આપી દીધી છે, જેના પર લગભગ ૧ર૦૦ કરોડથી વધારેનો ખર્ચ થશે. આ મીશનમાં પણ મંગળયાનની જેમ જ શુક્ર પર એક ઓર્બીટર મોકલવામાં આવશે.
ચંદ્ર અને મંગળ પછી ભારતના વૈજ્ઞાનિકોની નજર હવે શુક્ર ગ્રહ પર છે. આ મિશન વીઓએમમાં શુક્રની સપાટી અને વાતારણનો અભ્યાસ કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી મંડળે બુધવાર (૧૮ સપ્ટેમ્બર) એ અવકાશ સાથે સંકળાયેલ કેટલાય મહત્વપૂર્ણ પ્રસ્તાવોને મંજૂરી આપી છે, જેમાં વીનસ ઓર્બીટર મીશન પણ સામેલ છે.
આ મિશનનો ઉદ્દેશ વૈજ્ઞાનિક શોધ, ભૂવિજ્ઞાનને સારી રીતે સમજવા, શુક્ર ગ્રહના વાતારણ અને તેના ગાઢ વાયુ મંડળ પર રિસર્ચ કરીને તેની વૈજ્ઞાનિક માહિતી મેળવવાનો છે.
કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે શુક્ર ગ્રહ પર ખર્ચ થશે, જેમાંથી ૮ર૪ કરોડ રૂપિયા તો માત્ર અવકાશ યાનનો ખર્ચ છે. આ મિશન માર્ચ ર૦ર૮માં લોંચ થશે.
શુક્ર ગ્રહ પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ છે. એવું માનવામાં આવે છે કે શુક્રનું નિર્માણ પૃથ્વીની પરિસ્થિતિઓના કારણે જ થયું છે.
ભારત સરકારે ગગનયાન કાર્યક્રમના વ્યાપને વારીને ભારતીય અંતરીક્ષ સ્ટેશનના પહેલા એકમના નિર્માણને પણ મંજુરી આપી દીધી છે. તેનો ઉદ્દેશ ભારતીય અંતરિક્ષ સ્ટેશન (બીએએસ-૧)નું પહેલું મોડયુલ વિકસીત કરવું, બીએએસનું નિર્માણ અને સંચાલન માટે વિભીન્ન ટેકનીકસને માન્ય કરવા માટે મિશન સંચાલિત કરવાનો છે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
