News of Thursday, 19th September 2024
વિશ્વના સૌથી ઉંચા વાંસના ટાવરનું ઉદઘાટન
૧૪૦ ફુટ ઉંચા, ૭૪૦૦ કિલો વજનનો ટાવર બનાવાયો છત્તીસગઢમાં: વિશ્વ વાંસ દિવસે વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યુ નિતીન ગડકરીએ

બેમેટોરાઃ વિશ્વ વાંસ દિવસના અવસરે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ છતીસગઢમાં બેમેતોરા જીલ્લામાં બનાવાયેલ વિશ્વના સૌથી ઉંચા વાંસ ટાવરનું વરર્ચુઅલ ઉદઘાટન કર્યુ હતું.
બેમેતોરા જીલ્લાના કાઠીયાગામમાં ભવ્ય સૃષ્ટિ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બનાવવામાં આવેલ આ વાંસનો ટાવર ૧૪૦ ફુટ ઉંચો અને ૩૪૦૦ કીલોગ્રામ વજનનો છે. રૂપિયા ૧૧ લાખના ખર્ચે બન્યો છે. પેરિસના એફીલ ટાવરને મળતી આવે તેવી ડીઝાઇન કરાઇ છે. તેનું નિર્માણ ભવ્ય સૃષ્ટિ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક અને વાંસ ટેકનોલોજીના નિષ્ણાંત ગણેશ વર્મા દ્વારા કરાયું છે.
ઉદઘાટન દરમ્યાન ગડકરીએ ૧૪૦ ફુટ ઉંચા ટાવરની નાની પ્રતિકૃતિને પ્રકાશીત કરતા કહ્યું કે વાંસનું આયુષ લગભગ રપ વર્ષ જેટલું હોય છે અને તેનો વોચટાવર, ટેલીકોમ ટાવર, ટ્રાન્સમીશન ટાવર અને રેડીયો ટાવર તરીકે ઉપયોગ થઇ શકે છે. તેમણે છત્તીસગઢ સરકારને વાંસના ઉપયોગને પ્રોત્સાહન આપતી નીતિઓ વિકસાવવા અપીલ કરતા કહયું કે આનાથી આદિવાસી સમાજની આજીવિકામાં સુધારો થશે.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
