News of Thursday, 19th September 2024
રાજસ્થાનના દૌસામાં ૨ વર્ષની બાળકી બોરવેલમાં ફસાઇઃ રેસ્કયુ ઓપરેશન ચાલુ
જમીનથી ૨૦ ફૂટ નીચે ૧૬ કલાકથી જીવન યુદ્ધ

જયપુર, તા., ૧૯: રાજસ્થાનના દૌસા જિલ્લામાં એક માસૂમ બાળક બોરવેલમાં પડી જવાનો કિસ્સો સામે આવ્યો છે. બાંડીકુઈના વોર્ડ નંબર એકમાં બુધવારે સાંજે ૫ વાગ્યે ૨ વર્ષની માસૂમ બાળકી મેદાનમાં રમતી વખતે ૬૦૦ ફૂટ ઊંડા ખુલ્લા બોરવેલમાં પડી ગઈ હતી. બાળકી મેદાનમાં બોરવેલ પાસે રમી રહી હતી.
બાળકી બોરવેલમાં પડી હોવાની માહિતી મળતા જ વહીવટી વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. આ પછી, બાંડીકુઇ એસડીએમ, તહસીલદાર, પોલીસ સ્ટેશનના પ્રભારી સહિત વહીવટી સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. પ્રશાસને બાળકીને બચાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. આ ઉપરાંત NDRF અને લ્ઝય્જ્ની ટીમોને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. બાંદિકૂઈ પોલીસ સ્ટેશનના પ્રભારી પ્રેમચંદ બૈરવાએ જણાવ્યું કે બાળકીને બોરવેલમાંથી બચાવવા માટે જેસીબી મશીન અને અન્ય સાધનો વડે બોરવેલથી ૨૫ ફૂટ દૂરથી માટી ખોદવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. લગભગ ૧૬ કલાકથી માસૂમ બાળકને બચાવવા માટે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
પોલીસ સ્ટેશન ઈન્ચાર્જના જણાવ્યા અનુસાર માસૂમ બાળકી બોરવેલમાં લગભગ ૨૦ થી ૨૫ ફૂટ નીચે ફસાઈ ગઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. દરેક વ્યક્તિ બાળકીના સુરક્ષિત બહાર નીકળવા માટે પ્રાર્થના કરી રહી છે. તબીબોની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. બોરવેલમાં ઓક્સિજન સપ્લાયની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તે જ સમયે, આ ઘટના પછી, બાળકીના પરિવારના સભ્યો ખરાબ હાલતમાં છે અને રડી રહ્યા છે.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
