<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

નરેન્‍દ્રભાઈ આજે જમ્‍મુ-કાશ્‍મીરમાં બીજા તબક્કાનો પ્રચાર કરશે

કટરા અને શ્રીનગરમાં ચુંટણી સભાને સંબોધન : રોડ-શોની પણ શકયતા : CISF, CRPF અને BSFના જવાનો તૈનાત

 જમ્‍મુ,તા.૧૯ : વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ગુરુવારે શ્રીનગર અને કટરામાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. કટરામાં ચૂંટણી રેલી કરતા પહેલા તેઓ માતા વૈષ્‍ણોદેવીની પણ મુલાકાત લેશે. બુધવારે એસપીજી કમાન્‍ડોએ વડાપ્રધાનના કાફલાના માર્ગ પર રિહર્સલ પણ કર્યું હતું. સૂત્રોના જણાવ્‍યા અનુસાર વડાપ્રધાન રોડ શો પણ કરી શકે છે. આ પહેલા વડાપ્રધાન શ્રીનગરના શેર-એ-કાશ્‍મીર સ્‍ટેડિયમમાં ચૂંટણી રેલી કરશે. તેમાં પાર્ટીના ૩૦ હજારથી વધુ કાર્યકર્તાઓ ભાગ લે તેવી શકયતા છે.

 ભાજપના કાશ્‍મીર એકમના વરિષ્ઠ નેતા અલ્‍તાફ ઠાકુરે કહ્યું કે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સમગ્ર શહેરમાં ૨૦ હજાર જેટલા ધ્‍વજ લગાવવામાં આવ્‍યા છે. ચૂંટણી વચ્‍ચે વડાપ્રધાનની આ ત્રીજી મુલાકાત હશે. તેમણે તાજેતરમાં ૧૪ સપ્‍ટેમ્‍બરે ડોડામાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી.

આજે ગુરુવારે ધર્મનગરી કટરામાં ભ્‍પ્‍ની જાહેર સભા યોજાશે. આ સંદર્ભે, બુધવારે કેન્‍દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી, સાંસદ જુગલ કિશોર અને સત શર્માએ સ્‍પોર્ટ્‍સ સ્‍ટેડિયમની મુલાકાત લીધી હતી અને તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ પછી તેઓ રેલ્‍વે સ્‍ટેશન પાસેના હેલીપેડ પર પણ પહોંચ્‍યા હતા અને આગેવાનો સાથે બેઠક કરી તૈયારીઓની માહિતી મેળવી હતી. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રોહિત દુબે, પૂર્વ NAP પ્રમુખ વિમલ ઈન્‍દુ, ઝઝઘ્‍ અધ્‍યક્ષ સરાફ સિંહ નાગ વગેરે આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

 વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા અંતર્ગત રિયાસી જિલ્લામાં મતદાન થવાનું છે. આ અંતર્ગત વડાપ્રધાન મોદી ચૂંટણી પ્રચાર માટે ૧૯ સપ્‍ટેમ્‍બરે કટરા પહોંચશે. તેઓ શ્રી માતા વૈષ્‍ણોદેવી શ્રાઈન બોર્ડના સ્‍પોર્ટ્‍સ સ્‍ટેડિયમમાં ચૂંટણી સભાને સંબોધશે. તેને ધ્‍યાનમાં રાખીને સુરક્ષા સઘન છે.

 સ્‍પોર્ટ્‍સ સ્‍ટેડિયમમાં સ્‍ટેજ અને પંડાલ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. બુધવારે લ્‍ભ્‍ઞ્‍ કમાન્‍ડોએ વડાપ્રધાનના કાફલાના રૂટ પર રિહર્સલ કરીને તૈયારીઓને આખરી ઓપ આપ્‍યો હતો. કટરા રેલ્‍વે સ્‍ટેશન પાસેના હેલીપેડથી લઈને સ્‍ટેડિયમમાં બનેલા પંડાલ સુધીની તૈયારીઓ તેજ કરવામાં આવી હતી.

 સભાને લઈને CISF, CRPF અને BSF સહિત પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્‍યા છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર વડાપ્રધાન ધર્મનગરીમાં રોડ શો પણ કરી શકે છે. સમગ્ર દેશની નજર નવનિર્મિત શ્રીમાતા વૈષ્‍ણોદેવી કટરા બેઠક પર છે. જેના કારણે વડાપ્રધાન કાશ્‍મીર બાદ ગુરુવારે ધર્મનગરીમાં જનતાને સંબોધિત કરશે. ખેડૂતોમાં કેન્‍દ્ર સરકાર પ્રત્‍યે રોષ જોવા મળી રહ્યો છે. વડા પ્રધાને ૨૦૧૪માં ઉધમપુરમાં જાહેર સભા દરમિયાન બારીદારોની માંગણીઓ પૂરી કરવાનું આશ્વાસન આપ્‍યું હતું.

(2:32 PM IST)