News of Thursday, 19th September 2024
ઘોર કળીયુગ : ૩ વર્ષની કેજીની વિદ્યાર્થીની પર શિક્ષકનો બળાત્કાર
ઘોર કળીયુગમુખ્યમંત્રીએ કડક કાર્યવાહી અને ઝડપી સુનાવણીની આપી ખાતરી

ભોપાલ (એમ.પી.) તા. ૧૯: અહીંના કમલાનગરમાં સોમવારે ત્રણ વર્ષની બાળકી પર તેની શાળાના શિક્ષક દ્વારા કથિત રીતે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બાળકીની માતાને તેના પ્રાઇવેટ પાર્ટસની આસપાસ ઘાવ જોવા મળ્યા પછી આ ઘટના સામે આવી હતી. આરોપીની ધરપકડ થઇ છે.
કમલાનગર પોલીસ સ્ટેશનના ટીઆઇ નિરૂપા પાંડેએ કહ્યું કે છોકરી (૩) ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. સોમવારે શાળાએથી પાછા આવ્યા પછી તેણે તેની માતાને કહ્યું કે તેની શાળાના શિક્ષક બહુ ખરાબ છે. તેણે શિક્ષકે કરેલા ખરાબ કાર્ય અંગે પણ માતાને કહ્યું હતું.
પુત્રીની વાતથી ગભરાયેલી માતાએ તરત જ તેના શરીરની તપાસ કરતા તેના પ્રાઇવેટ પાર્ટમાં અને તેની આસપાસ ઇજાના નિશાન જોવા મળ્યા હતા. સાંજ થઇ ગઇ હોવાથી, છોકરીની માતાએ મંગળવારે સવારે શાળા પ્રશાસનનો સંપર્ક કર્યો. આરોપીનું નામ પણ આપ્યું. જો કે શાળા પ્રશાસને આ મામલો દબાવી દેવા માટે તેના પર દબાણ કર્યું હતું. પછી મંગળવારે મોડી રાત્રે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ ઘટનાની નોંધ લઇને મુખ્યમંત્રી મોહન યાદવે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાત્રી આપતા કહ્યું કે તેમણે ચીફ સેક્રેટરીને આદેશ આપ્યો છે કે તેઓ આ કેસને પ્રાથમિકતા આપીને હાઇકોર્ટમાં રજૂ કરે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
