<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

નરેન્‍દ્રભાઇએ ગુજરાતની અર્થવ્‍યવસ્‍થામાં કેવી રીતે પરિવર્તન આણ્‍યું ?

PM-EACએ ‘રિલેટિવ ઇકોનોમિક પર્ફોર્મન્‍સ ઓફ ઇન્‍ડિયન સ્‍ટેટ્‍સ : ૧૯૬૦-૬૧ થી ૨૦૨૩-૨૪' શીર્ષક હેઠળ વર્કિંગ પેપર જારી કર્યું : આ વર્કિંગ પેપરમાં રાષ્ટ્રીય જીડીપી અને રાજયોની માથાદીઠ આવકની ટકાવારી સંદર્ભે રાજયની જીડીપીમાં વધારા અને ઘટાડાનું મૂલ્‍યાંકન કરવામાં આવ્‍યું છે : આ વર્કિંગ પેપરમાંથી આપણને કેટલાક રસપ્રદ રાજકીય-આર્થિક વર્ણનો તારવી શકીએ છીએ

ગુજરાતની સાપેક્ષ માથાદીઠ આવકમાં હકીકતમાં તો ૧૯૭૦ના દાયકા દરમિયાન ઘટાડો થયો હતો અને ૨૦૦૦-૦૧ સુધી તે પ્રમાણમાં સ્‍થિર જ રહી હતી, જે માત્ર ૧૦૦%ની આસપાસ હતી.

પરંતુ, ૨૦૦૦-૦૧થી, ‘મોદી ઇફેક્‍ટ'ના કારણે ગુજરાતની સાપેક્ષ માથાદીઠ આવકમાં નોંધપાત્ર વધારો થયો અને અંતે આ વધારો ૧૬૨%ને પાર થઈ ગયો.

  ૧૯૭૦ થી માંડીને ૨૦૦૦ ના સમયગાળા સુધી રાષ્ટ્રીય જીડીપીમાં ગુજરાતનો હિસ્‍સો લગભગ ૬.૪% -૬.૭% જ હતો. પરંતુ જયારથી નરેન્‍દ્ર મોદીએ ગુજરાતની શાસનધુરા સંભાળી, ત્‍યારથી રાષ્ટ્રીય જીડીપીમાં ગુજરાતનો હિસ્‍સો ૬.૪%થી વધીને ૮.૧% થઈ ગયો, જે ઘણો મોટો વધારો હતો અને જેના કારણે રાજયની સંપત્તિમાં અભૂતપૂર્વ વધારો થયો.

તુલનાત્‍મક અભ્‍યાસ

મોદીજીના નેતૃત્‍વ હેઠળ ગુજરાત અને મમતા બેનર્જી અને ડાબેરી સરકારોના નેતૃત્‍વ હેઠળ પશ્ચિમ બંગાળ

*  વર્ષ ૨૦૦૦માં પશ્ચિમ બંગાળ અને ગુજરાતની સાપેક્ષ માથાદીઠ આવક વચ્‍ચે ફક્‍ત ૧૦%નું જ અંતર હતું.

*  પરંતુ નરેન્‍દ્ર મોદીના નેતૃત્‍વમાં સુશાસન અને વ્‍યાપક આર્થિક વિકાસના કારણે ગુજરાતે વર્ષ ૨૦૨૩ સુધીમાં તેની સાપેક્ષ માથાદીઠ આવક ૧૦૮% થી વધારીને ૧૬૨.૯% કરી. ગુજરાતની સાપેક્ષ માથાદીઠ આવકમાં બે દાયકાઓમાં આ ૫૪.૯%નો તોતિંગ વધારો છે.

*   બીજી બાજુ, ડાબેરીઓ અને મમતા બેનર્જીની તૃણમૂસ કોંગ્રેસ (TMC) દ્વારા પશ્ચિમ બંગાળ રાજયમાં સતત ગુંડાગીરી અને આર્થિક ગેરવહીવટના કારણે રાજયની અર્થવ્‍યવસ્‍થા ડહોળાઈ ગઈ, જેના કારણે તેમની સાપેક્ષ માથાદીઠ આવક ૯૭.૫% થી ઘટીને ૮૨.૬% થઈ ગઈ. આ ૨ દાયકામાં લગભગ ૧૪% જેટલો ઘણો મોટો ઘટાડો છે.

ઞ્જ   એક સમયે ગુજરાતની સાપેક્ષ માથાદીઠ આવકની આસપાસ જ માથાદીઠ આવક ધરાવતું પશ્ચિમ બંગાળ આજે ગુજરાતની સાપેક્ષ માથાદીઠ આવકની ફક્‍ત અડધી જ માથાદીઠ આવક ધરાવે છે.

ખરેખર તો વર્ષ ૨૦૦૦માં, રાષ્ટ્રીય જીડીપીમાં પશ્ચિમ બંગાળનો હિસ્‍સો ગુજરાતના હિસ્‍સા કરતાં ૪૦% વધુ હતો. તે પછીના ૨૦ વર્ષોમાં, રોલ રિવર્સલ એટલે કે આખી ભૂમિકા જ ઉલ્‍ટી થઈ ગઈ અને હવે પશ્ચિમ બંગાળની સરખામણીમાં રાષ્ટ્રીય જીડીપીમાં ગુજરાતનો હિસ્‍સો ૪૦% વધુ છે.

આ પરિણામ છે, ગુજરાતમાં ૨૦ વર્ષોના સતત સુશાસનનું અને પશ્ચિમ બંગાળમાં સતત ૨૦ વર્ષો સુધી ડાબેરીઓ અને ટીએમસી સરકારોની ગુંડાગીરી અને કુશાસનનું.

* આલેખન*
સંદીપ કાનાણી
માહિતી ખાતુ, રાજકોટ

(3:55 PM IST)