News of Thursday, 19th September 2024
ઈરાને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની હત્યાનું સંપૂર્ણ કાવતરું ઘડ્યુ 'તું : ઈઝરાયેલના નાગરિક સાથે બે વખત મીટિંગ પણ કરી હતી પરંતુ હત્યાના બદલામાં 10 લાખ ડોલરની રકમની માંગણી કરતા મામલો રકમ પર અટકી ગયો
આરોપી નાગરિક ઈરાનના સંપર્કમાં હતો અને બે વખત ગુપ્ત રીતે તેહરાન પણ ગયો હતો. લેબનોનમાં હિઝબુલ્લાહ પર પેજર અને વોકી-ટોકી હુમલા બાદ ઈઝરાયેલે આ મોટા ષડયંત્રનો ખુલાસો કર્યો

નવી દિલ્હી તા.૧૯ : ઈરાને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની હત્યાનું સંપૂર્ણ કાવતરું ઘડ્યું હતું. આ માટે તેણે ઈઝરાયેલના નાગરિક સાથે બે વખત મીટિંગ પણ કરી હતી. પરંતુ મામલો રકમ પર અટકી ગયો હતો. નેતન્યાહુની સોપારી લેનાર ઈઝરાયેલના નાગરિકે હત્યાના બદલામાં 10 લાખ ડોલરની રકમની માંગણી કરી હતી. ઈરાને આ વાતનો ઈન્કાર કર્યો હતો. જોકે તે ચોક્કસપણે સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યું હતું.
ઈરાને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટ સહિત અનેક અગ્રણી નેતાઓની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. પરંતુ ઇઝરાયેલ દ્વારા તેની યોજનાને નિષ્ફળ બનાવી દેવામાં આવી હતી. ગુરુવારે, ઇઝરાયેલની સુરક્ષા સેવાઓએ માહિતી આપી હતી કે ષડયંત્રમાં સામેલ થવાની શંકાના આધારે એક નાગરિકની ધરપકડ કરવામાં આવી છે.
આરોપી નાગરિક ઈરાનના સંપર્કમાં હતો અને બે વખત ગુપ્ત રીતે તેહરાન પણ ગયો હતો. લેબનોનમાં હિઝબુલ્લાહ પર પેજર અને વોકી-ટોકી હુમલા બાદ ઈઝરાયેલે આ મોટા ષડયંત્રનો ખુલાસો કર્યો હતો
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
