<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

આસિફ ખ્વાજાના નિવેદન પર ગુસ્સે થયા ફારૂક અબ્દુલ્લા:કહ્યું- હું ભારતીય છું, પાકિસ્તાની નથી

તેમણે કહ્યું કે, પાકિસ્તાન શુ કહે છે તેનાથી મને કોઈ ફરક નથી પડતો. હું પાકિસ્તાની નથી. હું ભારતીય છું.

નવી દિલ્હી : પાકિસ્તાની રક્ષા મંત્રી આસિફ ખ્વાજાના નિવેદન પર ફારુક અબ્દુલ્લા ગુસ્સે થઈ ગયા.જ્યારે ફારુક અબ્દુલ્લાને ખ્વાજાના નિવેદન અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, પાકિસ્તાન શુ કહે છે તેનાથી મને કોઈ ફરક નથી પડતો. હું પાકિસ્તાની નથી. હું ભારતીય છું. પાકિસ્તાનના રક્ષા મંત્રી આસિફ ખ્વાજાએ કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં કલમ 370 ફરીથી લાદવા અંગે પાકિસ્તાન સરકાર અને નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધનની સાથે છે.

(6:45 PM IST)