News of Friday, 20th September 2024
તિરુપતિ પ્રસાદમ વિવાદ વધુ વકર્યો : મુખ્યમંત્રી નાયડુના આરોપો સામે YSRCP હાઈકોર્ટમાં પહોંચ્યું
સીએમ ચંદ્રબાબુ નાયડુએ દાવો કર્યો હતો કે અગાઉની વાયએસ જગન મોહન રેડ્ડીની આગેવાનીવાળી સરકાર તિરુપતિના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં લાડુ બનાવવા માટે હલકી ગુણવત્તાવાળા ઘટકો અને પશુ ચરબીનો ઉપયોગ કરતી હતી

નવી દિલ્હી : વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ લાડુમાં પ્રાણીઓની ચરબીના ઉપયોગને લઈને વિરોધ અને નારાજગી વધી રહી છે. પ્રસાદમ વિવાદ પર, આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણે કહ્યું કે અમારી સરકાર પ્રસાદમ તૈયાર કરવામાં પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવાના કિસ્સામાં શક્ય તમામ કડક પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે.
આ દરમિયાન કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશીએ તિરુપતિ લાડુમાં જાનવરોની ચરબીના આરોપોની વિસ્તૃત તપાસની માંગ કરી છે. જો કે, વાયએસઆરસીપીએ આવા આરોપોને નકારી કાઢ્યા હતા અને તપાસની માંગણી સાથે કોર્ટનો સંપર્ક કર્યો હતો
કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશીએ શુક્રવારે આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ દ્વારા તિરુપતિના લાડુમાં પ્રાણીની ચરબીના ઉપયોગ અંગેના આરોપોની વિગતવાર તપાસની માંગ કરી હતી. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું, “આંધ્રના મુખ્યમંત્રી નાયડુએ જે પણ કહ્યું છે તે ખૂબ જ ચિંતાનો વિષય છે. આ મામલાની ઝીણવટભરી તપાસની જરૂર છે અને ગુનેગારને સજા મળવી જોઈએ.
અગાઉ, બુધવારે બોલાવવામાં આવેલી એનડીએ વિધાનસભ્ય પાર્ટીની બેઠક દરમિયાન, સીએમ નાયડુએ દાવો કર્યો હતો કે અગાઉની વાયએસ જગન મોહન રેડ્ડીની આગેવાનીવાળી સરકારે તિરુપતિના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં લાડુ બનાવવા માટે હલકી ગુણવત્તાવાળા ઘટકો અને પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કર્યો હતો. જ્યારે YSRCP નેતાઓ આવા આરોપોને સતત નકારી રહ્યા છે.
સીએમ ચંદ્રબાબુ દ્વારા લાડૂ પ્રસાદમ પર લગાવવામાં આવેલા આરોપો પર પાર્ટીએ હાઈકોર્ટમાં અરજી કરી છે. હાઈકોર્ટે કહ્યું કે તે આ કેસની આગામી બુધવારે સુનાવણી કરશે. સીએમ ચંદ્રબાબુ વતી વકીલે પ્રસાદમમાં પ્રાણીઓની ચરબી ભેળવવાના દાવા અંગે સીટીંગ જજ અથવા હાઈકોર્ટની કમિટી દ્વારા તપાસ કરાવવાની માંગ કરી છે.
બીજી તરફ નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે સોશિયલ મીડિયા પર પોતાની લાંબી પોસ્ટમાં તત્કાલીન YSRCP સરકાર દ્વારા રચવામાં આવેલ TTD બોર્ડને ઘણા પ્રશ્નોના જવાબ આપવા પડશે. અમારી સરકાર આ બાબતે શક્ય તમામ કડક પગલાં લેવા પ્રતિબદ્ધ છે.”
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
