<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st September 2024

નરેન્દ્રભાઈ મોદી અમેરિકા પહોંચ્યા : એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી યાત્રા પર રવાના થયા તે અગાઉ કહેલું કે હું કૉડ શિખર સમ્મેલનમાં મારા સહયોગીઓ રાષ્ટ્રપતિ બાઈડન, પ્રધાનમંત્રી અલ્બાનીજ તથા પ્રધાનમંત્રી કિશિદા સાથે બેઠક યોજવા માટે ઉત્સુક છું. આ મંચ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, પ્રગતિ તથા સમૃદ્ધિ માટે કામ કરનારા સમાન વિચારધારાવાળા દેશોના એક મુખ્ય સમૂહ તરીકે ઉભરી આવેલ છે.
વડાપ્રધાન મોદી તેમની ત્રણ દિવસની યાત્રા પર અમેરિકા પહોંચ્યા છે. અમેરિકા પહોંચતા PM મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. PM મોદી અહીં કૉડ સમિટમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે મુલાકાત કરશે.
અમેરિકાની યાત્રા દરમિયાન PM મોદી તથા જો બાઈડન વચ્ચે અનેક ક્ષેત્રોમાં સમજૂતી થશે. આ ઉપરાંત કેન્સરનો સામનો કરી શકાય તે માટે એક મહત્વની પહેલ પણ કરવામાં આવી શકે છે.
 

PM મોદીના અમેરિકા પ્રવાસનો શેડ્યુલ

 21 સપ્ટેમ્બર

• ફિલાડેલ્ફિયા એરપોર્ટ ખાતે PM મોદીનું સ્વાગત

• રાષ્ટ્રપતિ જો બિડેન સાથે દ્વિપક્ષીય બેઠક થશે.

• PM મોદી QUAD સમિટમાં ભાગ લેશે.

• ત્યારબાદ PM મોદી ન્યૂયોર્ક જવા રવાના થશે.

22 સપ્ટેમ્બર
• નાસાઉ કોલેજિયમની બેઠક થશે.

• PM મોદી ભારતીયોને સંબોધશે.

• PM મોદી ટોચના અમેરિકન CEOને પણ મળશે.

23 સપ્ટેમ્બર

• PM મોદી સમિટ ઓફ ધ ફ્યુચરમાં ભાગ લેશે.

• ભારત જવા રવાના થશે.

 

(9:23 PM IST)