News of Saturday, 21st September 2024
એયર માર્શલ અમર પ્રીત સિંહ બનશે ભારતીય વાયુ સેનાના નવા પ્રમુખ : 30 મી એ પદભાર સંભાળશે

નવી દિલ્હી : ભારત સરકારના એયર ચીફ માર્શલ અમર પ્રીત સિંહને ભારતીય વાયુસેના પ્રમુખનો કાર્યભાર સોંપાયો છે.તેઓ વર્તમાનમાં વાયુસેનાના ઉપપ્રમુખ છે.અમર પ્રીત સિંહ 30 સપ્ટેમ્બર,2024 ના રોજ બપોરે એયર ચીફ માર્શલનો પદભાર સંભાળશે. અને એયર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીનું સ્થાન લેશે.જેઓ 30 સપ્ટેમ્બરે સેવા નિવૃત થઈ રહ્યા છે.
એયર માર્શલ અમર પ્રીત સિંહે 1 ફેબ્રુઆરી -2023ના રોજ વાયુસેનાના 47માં ઉપ પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યો હતો.ભારતીય વાયુસેના સાથે તેમની સફર 1884માં શરૂ થઈ હતી.શ્રી સિંહ વાયુસેનામાં 21 ડિસેમ્બર-1984માં ભારતીય વાયુસેનાની ફાઇટર વિંગમાં જોડાયા હતા.
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
