News of Sunday, 22nd September 2024
જમ્મુ કાશ્મીરમાં કેન્સરના મામલાઓમાં ચિંતાજનક વૃદ્ધિ: છેલ્લા પાંચ વર્ષોમાં ૬૦ હજારથી વધુ કેસ
કુલ કેસમાં ૫ ટકા બાળકો પણ સામેલ:દરરોજના સરેરાશ ૩૨ દર્દીઓ નોંધય રહ્યા છે

જમ્મુ:(સુરેશ ડુગ્ગર દ્વારા): જમ્મુ કાશ્મીરમાં કેન્સરના મામલાઓમાં ચિંતાજનક વૃદ્ધિ જોવા મળી રહી છે છેલ્લા પાંચ વર્ષોમાં 60000 થી વધુ નવા કેસ સામે આવ્યા છે. જે દરરોજ સરેરાશ 32 કેસ નોંધાયાનો સંકેત આપે છે.
તજજ્ઞ અનુસાર આ ખતરનાક વૃદ્ધિનું પ્રાથમિક કારણ ખરાબ આહાર સંબંધી આદતો અને શારીરિક ગતિવિધિઓ ની કમી છે. કેન્સર એક બહુ ચરણીય પ્રક્રિયાના માધ્યમથી સામાન્ય કોષોના ટ્યુમર કોશિકાઓમાં પરિવર્તનના કારણે થાય છે. જે અગાઉ કેન્સર પહેલાં ઘા થી ઘાતક ટ્યુમરમાં બદલી જાય છે. આ પરિવર્તન આનુવંશિક કારણો અને બહારી કારણો જેવા કે જીવનશૈલી, પર્યાવરણનું જોખમ અને ઉંમર વધવાની સાથે પ્રભાવી થાય છે.
આ સમસ્યા ફક્ત વયસ્કો સુધી સીમિત નથી. કાશ્મીરમાં કેન્સરના લગભગ પાંચ ટકા દર્દીઓ બાળકો છે. જેમાં લ્યુકેમિયા કેન્સરનું પ્રમાણ સૌથી વધુ છે. જોકે આસાનું કિરણ હજી પણ છે.સ્કીમ્સના ડોક્ટરો મુજબ લ્યુકેમિયા નો ઈલાજ ખૂબ જ સરળ છે. જો સમય રહેતા ખબર પડી જાય તો 80% દર્દી તેમાંથી બચી શકે છે.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
