<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd September 2024

ઈરાનમાં કોલસાની ખાણમાં થયો ભયાનક વિસ્ફોટઃ ગોઝારી ઘટનાઃ 30 શ્રમિકોના મોતઃ ૧૭ અનેક ઘાયલઃ બે ડઝન લોકો ફસાયા

નવી દિલ્‍હીઃ લેબનોનમાં ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ પર ઇઝરાયલના હુમલા વચ્ચે ઈરાનમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. પૂર્વી ઈરાનમાં કોલસાની ખાણમાં મિથેન ગેસ લીક થવાને કારણે જોરદાર વિસ્ફોટ થયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 30 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 17 લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. ઈરાનના સરકારી મીડિયા અનુસાર ખાણમાં હજુ 24 અન્ય લોકો ફસાયેલા છે.

સરકારી મીડિયાના અહેવાલો અનુસાર, આ દુર્ઘટના ઈરાનની રાજધાની તેહરાનથી લગભગ 540 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં સ્થિત તાબાસમાં સ્થિત કોલસાની ખાણમાં શનિવારે મોડી રાત્રે ઘટી હતી. આ પ્રચંડ વિસ્ફોટ બાદ ઇમરજન્સી કર્મચારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. વિસ્ફોટ સમયે લગભગ 70 લોકો ત્યાં કામ કરી રહ્યા હતા. સરકારી ટીવી અનુસાર ખાણમાં હજુ 24 લોકો ફસાયેલા છે.

પ્રાંતીય ગવર્નર મોહમ્મદ જાવદ કેનાતે સરકારી ટીવીને જણાવ્યું કે 30 લોકો માર્યા ગયા અને 17 ઘાયલ થયા છે. ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને ફસાયેલા લોકોને બચાવવા અને તેમના પરિવારોને મદદ કરવાનો આદેશ આપ્યો. તેમણે એમ પણ કહ્યું કે ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

(3:09 PM IST)