<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd September 2024

અમેરિકામાં ફરી ગોળીબારઃ બર્મિંગહામમાં અંધાધૂંધ ફાયરીંગમાં ૪ના મોતઃ ડઝનથી વધુને ઈજા

નવી દિલ્‍હીઃ અમેરિકાના અલાબામાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં બર્મિંગહામમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવી છે. જેમાં ચાર લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયાની માહિતી મળી રહી છે. આ ઘટના શનિવારે મોડી રાત્રે બની હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું કે અધિકારીઓએ આ મામલે કેસ નોંધી તપાસ હાથ ધરી હતી. 

બર્મિંગહામ પોલીસ વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'અનેક લોકોને ગોળી વાગતાં અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા છે.' આ ફાયરિંગની ઘટના શહેરના ફાઈવ પોઈન્ટ સાઉથ વિસ્તારમાં બની હતી. અહેવાલો અનુસાર, ફાયરિંગમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા છે અને ડઝનેક ઈજાગ્રસ્ત થયા છે.

(3:12 PM IST)