<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd September 2024

હંગેરીની રાજધાનીમાં આયોજિત ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્‍યો

નવી દિલ્‍હીઃ હંગેરીની રાજધાનીમાં આયોજિત ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ ચેલેન્જર ડી ગુકેશે ફેબિયાનોને હરાવ્યો હતો. ચેસ ઓલિમ્પિયાડમાં ભારતને પ્રથમ વખત ગોલ્ડ મેડલ મળ્યો છે.

હંગરીની રાજધાની બુડાપેસ્ટમાં આયોજિત ગ્રાન્ડ માસ્ટર અને વર્લ્ડ ચેમ્પિયનશિપ ચેલેન્જર્સ ડી ગુકેશે ફાબિયાનો કારુઆને હાર આપી ભારતને પુરુષ વર્ગમાં પહેલી વખત ચેસ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ અપાવવા મદદ કરી હતી.

જેની પુષ્ટિ ગ્રાન્ડમાસ્ટર પ્રવીણ થિપ્સે અને પ્રગનાનંદાના કોચ આરબી રમેશે કરી છે. આરબી રમેશે ટીમને ગોલ્ડ મેડલ જીતવા પર શુભકામના પાઠવી હતી.

પ્રવીણ થિપ્સે કહ્યું જો ભારત 11માં રાઉન્ડમાં હારી પણ જાય છે તો પણ બીજી ટીમ સાથે તેના બરાબરીના અંક થાય છે. તો પણ ટ્રાય બ્રેકરમાં ભારતનો સારો સ્કોર છે જેના કારણે ગોલ્ડ મેડલ પાક્કો છે.

ભારતીય પુરૂષ ટીમ ટુર્નામેન્ટમાં હારી નથી અને 19 પોઈન્ટ સાથે ઓપન કેટેગરીમાં ટોચ પર છે.

ભારતીય મહિલા ટીમે ચીનને 10માં રાઉન્ડમાં હાર આપી હતી. મહિલા ટીમે આ પહેલા અમેરિકાની ટીમનો ડ્રો થયો હતો અને હવે ચીન સામે જીત મેળવતા વાપસી કરી હતી. ભારતીય મહિલા ટીમમાં માત્ર દિવ્યા દેશમુખને જીત મળી જ્યારે નોઈડાની વંતિકા, વૈશાલી અને હરિકાએ ડ્રો રહી હતી.

(3:43 PM IST)