<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd September 2024

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી : ટૂંક સમયમાં મહાવિકાસ આઘાડીના ત્રણેય પક્ષ બેઠકોની વહેંચણી કરશે

મુંબઈમાં કોણ કઇ બેઠક પરથી લડશે એ વિશે પણ અંતિમ તબક્કામાં ચર્ચા ચાલી રહી હોવાનો શરદ પવારનો ખુલાસો: આગામી દસ દિવસમાં આ વિશે અંતિમ ફેંસલો

 મુંબઈ: મહાયુતિ અને મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણીનો ફેંસલો ક્યારે આવશે તેની રાહ જોવાઇ રહી છે ત્યારે એનસીપી (શરદ પવાર જૂથ)ના પ્રમુખ શરદ પવારે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં મહાવિકાસ આઘાડીના ત્રણેય પક્ષ બેઠકોની વહેંચણી કરી લેશે.

શરદ પવારે બેઠકોની વહેંચણીની યોજના વિશે કહ્યું હતું કે ત્રણેય પક્ષો સાથે મળીને બેસીને બેઠકોની વહેંચણી અંગે નિર્ણય લેશે. અમે કોઇ કઇ બેઠક પરથી લડશે એ વિશે ચર્ચા-વિચારણા કરી રહ્યા છે. આગામી દસ દિવસમાં આ વિશે અંતિમ ફેંસલો લઇ લેવામાં આવશે.

આ ઉપરાંત મુંબઈમાં કોણ કઇ બેઠક પરથી લડશે એ વિશે પણ અંતિમ તબક્કામાં ચર્ચા ચાલી રહી હોવાનો ખુલાસો તેમણે કર્યો હતો. ઉમેદવારોની પસંદગી અંગે તેમણે કહ્યું હતું કે અમે સૌપ્રથમ ઉમેદવાર પસંદ કરીશું અને તેના આધારે બેઠકોની વહેંચણી કરીશું. અમારા બધા એક નિર્ણય પર સંમત થાય ત્યાર પછી અમે લોકો સામે તેની જાહેરાત કરીશું.

(8:27 PM IST)