News of Monday, 23rd September 2024
હિઝબોલ્લાહે હવે ઉત્તર ઇઝરાઇલને નિશાન બનાવ્યું: સેંકડો રોકેટોનો વરસાદ વરસાવ્યો: મોટાભાગના અધવચ્ચે આંતરી લેવાયા: ઇઝરાયેલ હવે "યુદ્ધના નવા તબક્કા" માં પ્રવેશી રહ્યું છે: સંરક્ષણ પ્રધાનનો દાવો

હિઝબોલ્લાહે ઉત્તર ઇઝરાયેલમાં ઔદ્યોગિક અને લશ્કરી સ્થળોને નિશાન બનાવ્યા છે. ઇઝરાયેલી સેનાના જણાવ્યા અનુસાર, લેબનોનથી ઉત્તર ઇઝરાયેલમાં હિઝબોલ્લાહે રોકેટનો "વરસાદ" વરસાવ્યો છે.
૧૦૫ રોકેટ છોડાયા તેમાંથી મોટાભાગના રોકેટને આંતરી લેવામાં આવ્યા હતા, જોકે કેટલાક ઘરો નિશાન બન્યા હતા તેમ ઇઝરાયેલ સંરક્ષણ દળોએ જણાવ્યું હતું.
રાતોરાત ઓનલાઈન પોસ્ટ કરવામાં આવેલ વિડિયોમાં હાઈફા નજીકના રહેણાંક વિસ્તારમાં હિઝબુલ્લા રોકેટો અથડાયા બાદ આગ લાગી હોવાનું જણાય છે.
ઇઝરાઈલ અને લેબનોન વચ્ચેનો હાલનો આ સંઘર્ષ સંપૂર્ણ વિનાશક યુદ્ધમાં ફેરવાઈ શકે છે તેવી આશંકા વધવાથી, બેરુતમાં યુએસ એમ્બેસીએ યુએસ નાગરિકોને "લેબનોન છોડવા અપીલ કરી છે. જ્યારે વ્યાપારી વિકલ્પો હજી પણ ઉપલબ્ધ છે".
સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટે ગુરુવારે જણાવ્યું હતું કે ઇઝરાયેલ "યુદ્ધના નવા તબક્કા" માં પ્રવેશી રહ્યું છે અને તેના યુદ્ધ હવે ઇઝરાયેલના ઉત્તર ભાગમાં કેન્દ્રિત થયું છે.
(9:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
