<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

વરરાજાએ ચાંદ સાથે સાસુની સરખામણી કરતો ગાયું ગીત : વધુ સહિત સાસુ પણ શરમથી લાલચોળ થયા

સોશ્‍યલ મીડિયામાં ધુમ મચાવતો વિડિયો : લોકોના દિલને સ્‍પર્શી ગયું ગીત

નવી દિલ્‍હી, તા.૨૩: હાલમાં જ ઈન્‍ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વરરાજા તેની વહુ અને તેની સાસુને ઈમ્‍પ્રેસ કરવા માટે ગીત ગાઈ રહ્યો છે. આ વીડિયો લોકોના દિલને સ્‍પર્શી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ઈન્‍ટરનેટની દૂનિયામાં કયારે શું વાયરલ થાય તેની નક્કી રહેતું નથી. સોશિયલ મીડિયા પર દરરોજ હજારો વીડિયો વાયરલ થતા રહે છે. જેમા કેટલાક વીડિયો ચોંકાવનારા હોય છે તો કેટલાક વીડિયો લોકોને ડરાવી દેતા હોય છે. હાલમાં આવો જ એક મજેદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વરરાજા સાસુ માટે સોંગ ગાતા જોઈ શકાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે દિવંગત ગાયક મોહમ્‍મદ રફીનું ગીત ‘મૈંને પુછા ચાંદ સે...' ગાતી વખતે વરરાજા તેની સાસુની સુંદરતાના વખાણ કરી રહ્યો છે. તેણીને સમર્પિત ગીત સાંભળીને કન્‍યાની માતા પહેલા આઘાત પામે છે અને પછી શરમાવા લાગે છે. પછી તે સ્‍મિત કરે છે અને ગીતનો આનંદ માણે છે અને વર સાથે સૂર મેચ કરવાનું શરૂ કરે છે. આ જોઈને દુલ્‍હનના ચહેરા પર પણ એક અદભૂત સ્‍મિત દેખાય છે. વીડિયો જોઈને લોકો કહે છે કે આ પહેલી વાર છે કે જ્‍યારે કોઈ જમાઈએ સાસુ માટે ગીત ગાયું છે.

આ વીડિયોને ઈન્‍સ્‍ટાગ્રામ પર @shivamgroverofficial નામના એકાઉન્‍ટ પર શેર કરવામાં આવ્‍યો છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને અત્‍યાર સુધીમાં લાખો લોકો જોઈ અને લાઈક કરી ચૂકયા છે. ઘણા લોકોએ આ વીડિયો પર કોમેન્‍ટ પણ કરી છે અને વરરાજાની સાસુ તેમજ તેની ભાવિ પત્‍નીના વખાણ કરી રહ્યા છે. વીડિયો પર કોમેન્‍ટ કરતાં એક યુઝરે લખ્‍યું- સાસુ-વહુની સ્‍મિત અમૂલ્‍ય છે. બીજાએ લખ્‍યું- જો સાસુ ખુશ છે તો વહુ પણ ખુશ છે. ત્રીજાએ લખ્‍યુંપ્ર વર હોશિયાર છે, બંને લોકોનો પ્રેમ મેળવવા માંગે છે. અન્‍ય એક યુઝરે લખ્‍યું - હવે જમાઈનું સાસરીયામાં ૫૬ ભોગ સાથે સ્‍વાગત કરવામાં આવશે.

(9:47 AM IST)