<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

ઘર બનાવવા આવેલા કડિયાના પ્રેમમાં પાગલ થઈ યુવતી : લગ્ન કરીને સાસરિયે ગઈ તો પતિનો ભાંડો ફુટયો

એક મુસ્‍લિમ યુવકે પોતાનું નામ અને ઓળખાણ બદલીને હિન્‍દુ યુવતીને પ્રેમની જાળમાં ફસાવી અને બાદમાં તેની સાથે લગ્ન કરી લીધા

પટણા, તા.૨૩: બિહારના પૂર્ણિયામાંથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. એક મુસ્‍લિમ યુવકે પોતાનું નામ અને ઓળખાણ બદલીને હિન્‍દુ યુવતીને પ્રેમની જાળમાં ફસાવી અને બાદમાં તેની સાથે લગ્ન કરી લીધા. આરોપી જિયારુલના આ છઠ્ઠા લગ્ન છે અને આ અગાઉ તે પાંચ લગ્ન કરી ચુકયો હતો. પીડિતાનો આરોપ છે કે લગ્ન બાદ મુસ્‍લિમ યુવકે તેના પર ધર્મ પરિવર્તનનું પ્રેશર બનાવા લાગ્‍યો, તેથી તેની પોલ ખુલી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર મુસ્‍લિમ યુવક જિયારુલે પોતાનું નામ બદલીને શંકર યાદવ રાખ્‍યું હતું અને લોકોને આશ્વાસન આપવા માટે તેણે પોતાનું આધાર કાર્ડ પણ આ જ નામે બનાવ્‍યું હતું.

આરોપી મુસ્‍લિમ યુવકે યુવતીના ઘરે પોતાનું નામ શંકર જણાવ્‍યુ અને કહ્યું કે તે વ્‍યવસાયે કડિયાકામ કરે છે. કામના બહાને તે વિધવા મહિલાના ઘરે પહોંચ્‍યો અને તેની પુત્રીને પોતાની પ્રેમજાળમાં ફસાવી. તે પછી તેણે તેની સાથે લગ્ન પણ કર્યા.લગ્ન પછી જ્‍યારે મહિલા તેના સાસરે પહોંચી ત્‍યારે તેને ખબર પડી કે તેણે જે વ્‍યક્‍તિ સાથે લગ્ન કર્યા છે તે હિંદુ નહીં પરંતુ મુસ્‍લિમ છે અને આ પહેલા તેના ૫ વખત લગ્ન થઈ ચૂકયા છે. આ તેમના છઠ્ઠા લગ્ન હતા.

આ વાત જાણીને મહિલાના હોશ ઉડી ગયા અને સાસરિયાના ઘરેથી બહાર નીકળવાનો રસ્‍તો શોધવા લાગી. આ દરમિયાન આરોપી પતિ અને તેના પરિવારના સભ્‍યોએ મહિલા પર નજર રાખી હતી અને તેને ઘરની બહાર જવા દેવા નહોતા માગતા.

આ મામલે પીડિત મહિલાએ જણાવ્‍યું કે તેના પતિએ તેની સાથે છેતરપિંડી કરી છે. તે કડિયાકામ કરવા માટે હિંદુ હોવાનું જણાવી તેના ઘરે આવ્‍યો હતો અને તેને પ્રેમજાળમાં ફસાવી તેના લગ્ન કરાવી લીધા હતા અને જ્‍યારે તે તેના સાસરે ગઈ ત્‍યારે તેને ખબર પડી કે છોકરો મુસ્‍લિમ છે.

મહિલાએ આરોપ લગાવ્‍યો હતો કે તેને બંધક બનાવવામાં આવી હતી અને તેને ‘બીફ' ખાવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું, જેનો તેણે વિરોધ કર્યો ત્‍યારે તેને માર મારવામાં આવ્‍યો હતો. મહિલા પોતાનો જીવ બચાવવા માટે રાત્રે કોઈક રીતે ત્‍યાંથી ભાગી ગઈ અને સીધી પોલીસ સ્‍ટેશન ગઈ જ્‍યાં તેણે હવે ફરિયાદ નોંધાવી છે.

(9:48 AM IST)