<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

ભારતમાં બનતા iPhone16 સીરીઝના ફોન GST ને કારણે ઘણા મોંઘા પડે છે : બીજા દેશોમાં છે સસ્‍તા

ભારતમાં કંપનીની માલિકીના માત્ર બે જ સ્‍ટોર : અમેરિકી જેવી બજારોમાં ૯૫% વેચાણ ટેલીકોમ કંપનીઓ દ્વારા થાય છે : જે ફોન સાથે સેવા પણ આપે છે

નવી દિલ્‍હી, તા.૨૩: Apple Inc. ભારતમાં પ્રથમ વખત પ્રો અને પ્રો મેક્‍સ સહિત સમગ્ર iPhone 16 સિરીઝને એસેમ્‍બલ કરવા જઈ રહી છે. ચીન સિવાય કંપની આ માત્ર ભારતમાં જ કરી રહી છે. જો કે ભારતમાં તેણે મોંઘા મોડલની છૂટક કિંમતોમાં ઘટાડો કર્યો છે, પરંતુ આ ફોન હજુ પણ વિશ્વના ઘણા દેશો કરતા મોંઘા છે. આ દેશોમાં અમેરિકા, સંયુક્‍ત આરબ અમીરાત (UAE), મલેશિયા અને થાઈલેન્‍ડનો સમાવેશ થાય છે. ભારતમાં તેની કિંમત વધારે છે કારણ કે અહીં આ ફોન પર સૌથી વધુ ટેક્‍સ (GST) વસૂલવામાં આવે છે.

તેમ છતાં, સારા સમાચાર એ છે કે iPhone 16 Pro અને Pro Max ટૂંક સમયમાં ભારતમાં એસેમ્‍બલ થશે. તેથી, ભારતમાં એસેમ્‍બલ કરવામાં આવેલા iPhone 16 મૉડલની કિંમત iPhone 15 મૉડલની સરખામણીમાં ઘટી છે. હવે તમે iPhone 16 Proને માત્ર રૂ. ૧,૧૯,૯૦૦માં ખરીદી શકો છો, જે રૂ. ૯,૯૦૦ અથવા iPhone 15 Proની વર્તમાન કિંમત કરતાં લગભગ ૭.૬ ટકા સસ્‍તું છે.

કેન્‍દ્રીય બજેટ પછી ફોનના ભાગો પરની આયાત ડ્‍યુટીમાં ઘટાડો થયો હોવા છતાં, બંને વચ્‍ચે ઘણો તફાવત છે. જો આપણે ડ્‍યુટી ઘટાડા પહેલા કિંમત પર નજર કરીએ તો, iPhone 16 Pro ની શરૂઆત iPhone 15 Pro સિરીઝની શરૂઆતની કિંમત કરતાં રૂ. ૧૫,૦૦૦ ઓછી છે.

આ જ વસ્‍તુ iPhone 16 Pro Max પર લાગુ પડે છે. આ મૉડલ હવે અગાઉના iPhone 15 Pro Maxની સરખામણીએ ૯,૧૦૦ રૂપિયા સસ્‍તું થઈ ગયું છે. આ કિંમત બજેટ પછી છે. ૧૫ પ્રો મેક્‍સ ગયા વર્ષે બજારમાં લૉન્‍ચ કરવામાં આવ્‍યો હતો અને પ્રારંભિક કિંમતની સરખામણીમાં, ૧૬ પ્રો મેક્‍સ ૧૫,૦૦૦ રૂપિયા સસ્‍તો છે.

પરંતુ સારા સમાચાર અહીં સમાપ્ત થાય છે. તેના પર ૧૮ ટકા GST વસૂલવામાં આવે છે અને તેનો બોજ સંપૂર્ણપણે ગ્રાહકોના ખભા પર આવી ગયો છે. આ કારણે જ ભાવ ઊંચા છે. આ સિવાય ચીનથી આવતા પાર્ટસ પર ભારે આયાત ડ્‍યૂટી લાગે છે જે ૭ થી ૮ ટકા છે. મોટા પ્રમાણમાં, આ કંપની પોતે જ ભોગવે છે. પરંતુ ફોન પર ડીલર માર્જિન પણ ૧૦ થી ૧૨ ટકા છે.

ભારતમાં કંપનીની માલિકીના માત્ર બે જ સ્‍ટોર છે. પરંતુ અમેરિકા જેવા બજારોમાં ૯૫ ટકા વેચાણ ટેલિકોમ કંપનીઓ દ્વારા થાય છે જે ફોનની સાથે તેમની સેવાઓ પૂરી પાડે છે. ત્‍યાં ૨૪૭ થી વધુ કંપનીની માલિકીના સ્‍ટોર્સ પણ છે. તો શા માટે તે દેશોમાં આઇફોન સસ્‍તું છે? પ્રથમ કારણ નીચા સ્‍થાનિક કર છે. અમેરિકામાં GSTને બદલે વેલ્‍યુ એડેડ ટેક્‍સ લાદવામાં આવે છે, જે દરેક રાજ્‍યમાં બદલાય છે. પરંતુ તે ૫ થી ૯ ટકાની વચ્‍ચે છે એટલે કે ભારતમાં GSTનો અડધો ભાગ !

Apple Inc. દ્વારા જાહેર કરાયેલી મૂળ કિંમતમાં ૭ ટકાનો સરેરાશ વેલ્‍યુ એડેડ ટેક્‍સ ઉમેરવામાં આવે તો પણ શરૂઆતના મોડલની કિંમતમાં રૂ. ૪,૭૦૦ અને ટોપ એન્‍ડ મોડલની કિંમતમાં રૂ. ૭,૦૦૦નો તફાવત રહેશે. તો પણ અમેરિકા અને ભારતમાં iPhoneની કિંમતોમાં તફાવત ઘણો વધારે હશે.

દુબઇ આઇફોન ખરીદનારાઓ માટે પણ આકર્ષક છે અને ઘણા ભારતીયો ત્‍યાંથી આઇફોન ખરીદે છે. દુબઈમાં iPhone પર માત્ર ૫ ટકા અને થાઈલેન્‍ડમાં ૭ ટકા ટેક્‍સ છે. મલેશિયામાં તેનો દર ૬ ટકા અને વિયેતનામમાં ૧૦ ટકા છે. કેનેડામાં પણ તમે ૫ થી ૧૫ ટકા ટેક્‍સ સાથે iPhone ખરીદી શકો છો.

યુએઈ (દુબઈ), થાઈલેન્‍ડ, મલેશિયા અને વિયેતનામ જેવા દેશોમાંથી આઈફોન ખરીદવાનો ફાયદો એ છે કે જો તેઓ પરત ફરતી વખતે અમુક શરતો પૂરી કરે તો તેમને ચૂકવવામાં આવેલા સ્‍થાનિક ટેક્‍સનું રિફંડ મળે છે. તેથી, તે દેશોમાં ફોનની મૂળભૂત કિંમત જે ખ્‍ષ્ટષ્ટશ્રફૂ ત્‍ઁણૂ. આપે છે, તમને ખરેખર તે જ કિંમતે ફોન મળે છે.

(10:29 AM IST)