<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

મેગાસ્‍ટાર ચિરંજીવીના નામે નોંધાયો ગિનિસ વર્લ્‍ડ રેકોર્ડ : સન્‍માન

છેલ્લા ૪૫ વર્ષમાં ચિરંજીવીએ ૧૫૬ ફિલ્‍મોના ૫૩૭ ગીતોમાં ૨૪,૦૦૦ ડાન્‍સ સ્‍ટેપ કર્યા : સુપરસ્‍ટારને આ સન્‍માન બીજા કોઈએ નહીં પણ ખુદ બોલીવુડ સુપરસ્‍ટાર આમિર ખાને આપ્‍યું હતું

હૈદરાબાદ, તા.૨૩: હવે મેગાસ્‍ટાર ચિરંજીવીના નામે પણ હવે ગિનિસ વર્લ્‍ડ રેકોર્ડ નોંધાય ચૂકયો છે. અભિનેતાને ૨૨ સપ્‍ટેમ્‍બરે સત્તાવાર રીતે આ સન્‍માન આપવામાં આવ્‍યું હતું, કારણ કે તેણે ૪૫ વર્ષમાં ૧૫૬ ફિલ્‍મોમાં ૫૩૭ ગીતોમાં ૨૪ હજાર ડાન્‍સ મૂવ્‍સ આપ્‍યા હતા. આજની તારીખ ભારતીય સિનેમાના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે. ૨૨ સપ્‍ટેમ્‍બર એટલા માટે પણ મહત્‍વપૂર્ણ છે કારણ કે સાઉથના સુપરસ્‍ટાર ચિરંજીવીએ ૧૯૭૮માં ભારતીય ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીમાં પોતાની ફિલ્‍મ કારકિર્દીની શરૂઆત કરી હતી.

છેલ્લા ૪૫ વર્ષમાં ચિરંજીવીએ ૧૫૬ ફિલ્‍મોના ૫૩૭ ગીતોમાં ૨૪,૦૦૦ ડાન્‍સ સ્‍ટેપ કર્યા છે. ચિરંજીવીનું નામ ગિનિસ વર્લ્‍ડ રેકોર્ડમાં સામેલ થતાં જ ભારતમાં દરેક વ્‍યક્‍તિના ચહેરા પર ગર્વ અને ખુશી જોવા મળે છે. જો કે સુપરસ્‍ટારને આ સન્‍માન બીજા કોઈએ નહીં પણ ખુદ બૉલીવુડ સુપરસ્‍ટાર આમિર ખાને આપ્‍યું હતું.

૨૨ સપ્‍ટેમ્‍બરે હૈદરાબાદમાં આમિર ખાને ચિરંજીવીને ગિનિસ વર્લ્‍ડ રેકોર્ડ આપતા તેમની પ્રશંસા કરી હતી. બોલિવૂડ સુપરસ્‍ટારે ભારતીય સિનેમાના મેગાસ્‍ટારને પ્રેમ અને આદર સાથે ગળે લગાવ્‍યા હતા. ગિનીસ વર્લ્‍ડ રેકોર્ડ ઈવેન્‍ટમાં ચિરંજીવી માટેના તેમની સ્‍પીચમાં આમિર ખાને કહ્યું, ‘અહીં આવવું મારા માટે આનંદ અને સન્‍માનની વાત છે. ચિરંજીવી ગરુના ચાહકોને જોઈને હું ખૂબ ખુશ છું અને મને તમારી વચ્‍ચે મને સામેલ કરવા બદલ તમારો આભાર માનું છું કારણ કે હું પણ તેમનો મોટો ફેન છું.

બૉલીવુડના સુપરસ્‍ટાર આમિર ખાને કહ્યું, ‘હું તેને મારા મોટા ભાઈની જેમ જોઉં છું.' જ્‍યારે ચિરંજીવી ગારુંએ મને ફોન કર્યો અને મને આ કાર્યક્રમમાં આમંત્રિત કરવા માંગતા હતા, ત્‍યારે મેં તેમને કહ્યું હતું કે તમારે ફક્‍ત ઓર્ડર આપવાનો છે, કોઈ આજીજી ન કરવાની હોય. ચિરંજીવી ગારુને આ સન્‍માન મળ્‍યું છે તેનાથી હું ખૂબ જ ખુશ છું. મને તો એ જાણીને પણ આનંદ થયો કે આ શાનદાર સાંજ અને ભવ્‍ય ઉજવણીનો હું પણ ભાગ બનીશ.

ચિરંજીવીના ફેમસ ડાન્‍સ મૂવ્‍સની વાત કરતા આમિર ખાને કહ્યું, જો તમે તેના કોઈપણ ગીતો જોશો, તો તમે દેખાશે કે તેનું દિલ તેના ડાન્‍સમાં ડૂબી જાય છે. તે તેના ડાન્‍સને ખૂબ જ માણતા. તે એક એવા અભિનેતા છે કે તેના પરથી આપણી નજર જ ના હટે. ત્‍યારબાદ ચિરંજીવીએ કાર્યક્રમમાં હાજર દરેકને સંબોધન કરતાં કહ્યું હતું કે તેણે કયારેય વિચાર્યું ન હતું કે તે ગિનીસ વર્લ્‍ડ રેકોર્ડમાં સ્‍થાન મળશે. બનશે. જો કે તેમણે દર્શકોનો આભાર વ્‍યક્‍ત કર્યો અને તેમની સ્‍પીચને તાળીઓના નાદથી વધાવી લીધા હતા.(

(11:25 AM IST)