News of Monday, 23rd September 2024
હારીશ તો ફરી ચૂંટણી નહિ લડુ : ટ્રમ્પ
ટ્રમ્પની મહત્વની જાહેરાત

વોશીંગ્ટન, તા.૨૩: અમેરિકામાં વ્યક્તિગત મતદાન શરૂ થઈ ગયું છે. આ દરમિયાન રિપબ્લિકન ઉમેદવાર Donald Trumpએ પોતાના રાજકીય ભવિષ્યને લઈને મોટી જાહેરાત કરી છે. સમાચાર એ છે કે ટ્રમ્પનું કહેવું છે કે જો તેમને આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડે છે તો તે પછી તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી નહીં લડે. આ વખતે ટ્રમ્પનો સામનો વર્તમાન ઉપરાષ્ટ્રપતિ અને ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ સાથે છે. જો બાઈડન પહેલેથી જ રેસમાંથી ખસી ગયા છે.
એક મુલાકાતમાં, ટ્રમ્પે કહ્યું કે જો તેઓ ૫ નવેમ્બરની ચૂંટણી હારી જશે તો તેઓ આગામી ચૂંટણી નહીં લડે. એક ઈન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે જો તેઓ આ વખતે હારી જશે તો શું તેઓ ચોથી વખત ચૂંટણીની રેસમાં સામેલ થશે? આના પર તેમણે કહ્યું, ના, મને એવું નથી લાગતું. મને એવું થતું દેખાતું નથી. આશા છે કે અમે સફળ થઈશું.
વર્ષ ૨૦૨૦માં ટ્રમ્પને બાઈડન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા તેમણે વર્ષ ૨૦૧૬માં ડેમોક્રેટ ઉમેદવાર હિલેરી ક્લિન્ટનને હરાવ્યા હતા.યુએસમાં આ વર્ષની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રૂબરૂ મતદાન શુક્રવારે શરૂ થયું. આનાથી ચૂંટણીના દિવસ સુધી છ સપ્તાહની રેસની શરૂઆત થઈ, ત્યારબાદ રાજકીય ઉથલપાથલનો સમયગાળો શરૂ થયો. મિનેસોટા, સાઉથ ડાકોટા અને વર્જિનિયામાં મત આપવા માટે મતદારો કતારોમાં ઉભા જોવા મળ્યા હતા. આ એવા રાજ્યો છે જ્યાં સૌ-થમ વ્યક્તિગત મતદાન શરૂ થયું હતું. લગભગ એક ડઝન વધુ રાજ્યો મધ્ય ઓક્ટોબર સુધીમાં મતદાન કરશે.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
