હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અફઘાનમાં ભૂખમરો ૭૦૦ બાળકોને ભરખી ગયો
ધર્મના નામે આતંકી અટ્ટહાસ્ય કરનારા વાસ્તવિક સ્થિતિ જુએ ૩ર લાખ બાળકો કુપોષિત : છ મહિનામાં એક જ હોસ્પિટલમાં ૭૦૦ ના જીવ ગયા : સૂકી રોટલી અને પાણી પણ માંડ-માંડ મળે : આતંકી શાસનથી વિદેશી ફંડ બંધ : નર્કના દૃશ્યો

‘‘આ મારા માટે કયામતનો દિવસ છે. હું ભયાનક દુઃખમાં છું પોતાના બાળકને મરતુ જોઇને મારા પર શું વિતી રહી છે. તેની તમને કલ્પના પણ છે.'' આ શબ્દો છે અમીનાના, એ મહિલા જેણે પોતાના ૬ બાળકો ગુમાવી દીધા છે. એમાંથી કોઇ પણ બાળક ત્રણ વર્ષથી વધારે નહોતુ જીવી શકયુ અને એ તેની પુત્રી પણ જીંદગી અને મોત વચ્ચે લડી રહી છે.
સાત મહિનાની બીબી હજીરા જોવામાં કોઇ નવજાત બાળક જેવી લાગે છે. તે ગંભીર કુપોષણની શિકાર છે. અને અફધાનિસ્તાનના પુર્વનગરહાર પ્રાંતમાં જલાલાબાદ રીજયોનલ હોસ્પિટલના અડધા બેડ પર સૂતેલી છે. ગુસ્સાથી ચિલ્લાઇને અમીના કહે છે. મારા બાળકો ગરીબીના કારણે મરી રહ્યા છે. હું તેને માત્ર સૂકી રોટલી અને પાણીજ આપી શકું છું એ પણ હું તડકામાં રાખીને ગરમ કરી લઉ છું
આનાથી પણ દુઃ ખદ વાત એ છે કે અમીનાની વાત કોઇ માત્ર વાત નથી. કુપોષણ ની સમસ્યાથી પરેશાન અફધાનિસ્તાનમાં૩૨ લાખ ગંભીર કુપોષિત છે, જેની સામે દાયકાઓથી અફધાનિસ્તાન લડી રહ્યું છે. આની પાછળ ૪૦ વર્ષનું યુધ્ધ, ગરીબી અને ત્રણ વર્ષ પહેલા તાલિબાનના કબ્જા પછી ઉત્પન્ન થયેલ સ્થિતિ જેવા ઘણા કારણો સામેલ છે.
ગંભીર કુપોષણનો શિકાર ૩ર લાખ બાળકો કેવા દેખાતા હશે તે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એક નાનકડી હોસ્પીટલના રૂમમાં નીકળીને બહાર આવેલી વાતો આ મોટા સંકટ બાબતે ઘણું કહે છે. અહી ૭ બેડ પર ૧૮ બાળકો સૂતેલા છે. બાળકોની આ સંખ્યા કોઇ ખાસ ઋતુના કારણે નથી, અહીં કાયમ આ જ સ્થિતિ હોય છે.
કોઇપણ રોતુ કે બડબડતું નથી. રૂમમાં બેચેન કરનારા સન્નાટા વચ્ચે બસ પલ્સ રેટ મોનીટરનો બીપ બીપ અવાજ સંભળાય છે. અહીં મોટા ભાગના બાળકોને કોઇ બેહોશી દવા નથી અપાઇ કે નથી ઓકસીઝન માસ્ક પહેરાવાયો. તે જાગી રહ્યા છે પણ એટલા કમજોર છે કે હલી પણ નથી શકતા કે કોઇ પ્રકારનો અવાજ પણ નથી કાઢી શકતાં.
બીબી હજીરાના બેડ પર જ ત્રણ વર્ષની સના પણ સૂતી છે. સનાની માતાનું મોત થોડા મહિના પહેલા જ સનાની બહેનને જન્મ આપતી વખતે થઇ ગયુ હતું. એટલે તેની કાકી લૈલા તેની દેખરેખ રાખી રહી છે. લૈલાને મારા હાથ પકડીને એક એક કરીને સાત આંગળીઓ ઉંચી કરી, એવા બાળકો માટે જે તેણે ગુમાવ્યા છે તે દશાવવા. બાજુના બેડ પર જ ત્રણ વર્ષનો ઇલ્હામ સૂતેલો છે, જે પોતાની ઉમર કરતા બહુનાનો દેખાય છે. તેના હાથ, પગ અને મોઢા પર ચામડી લટકી રહી છે. ત્રણ વર્ષ પહેલા તેની બહેનનું બે વર્ષની વયે મોત થઇ ગયુ હતું. તો એક વર્ષની અસ્મા તરફ જોવું પણ દર્દનાક છે. તેની ખુબસુરત ભૂરી આંખો અને લાંબી પાંપણો ઝપકાળ શકે છે. ચહેરા પર ઓકસીઝન માસ્ક છે અને તે લાંબા લાંબા શ્વાસો લઇ રહી છે.
ડોકટર સીકંદર ગની અસ્માના બેડ પાસે જ ઉભા છે. અને પોતાનું માથું હલાવતાં કહે છે, ‘મને નથી લાગતું આ છોકરી જીવે. અસ્માનું શરીર સેપ્ટીક શોકમાં ચાલ્યું ગયું છે. આ મુશ્કેલ સ્થિતિ વચ્ચે હોસ્પીટલના આ રૂમમાં શાંતિ છે. અહીંની નર્સો અને બાળકોની માતાઓ પોતપોતાનું કામ કરી રહી છે, બાળકોને ખવડાવી રહી છે, તેમને શાંત કરી રહી છે.
અચાનક આ સન્નાટો તૂટે છે. અસ્માની માતા રોવાનું શરૂ કરે છે અને સતત રોતી રહે છે. તેણે અત્યાર સુધીમાં ત્રણ બાળકો ગુમાવ્યા છે. તે કહે છે, ‘મારા પતિ મજૂરી કરે છે. તેને જયારે કામ મળે છે ત્યારે જ અમે ખાવા ભેગા થઇએ છીએ.
અમે આ રૂમમાં બહાર નીકળ્યા તેના એક કલાકમાં જ અસ્માનું મોત થઇ ગયું હતું.
નંગરહારમાં તાલિબાનના જાહેર આરોગ્ય વિભાગે અમને જણાવ્યું કે આ હોસ્પીટલમાં છેલ્લા છ મહિનામાં ૭૦૦ બાળકોના મોત થયા છે. એટલે કે રોજના ૩ થી પણ વધારે. આ એક ચોંકાવનારો આંકડો છે પણ એ આનાથી પણ વધારે હોત જો આ આરોગ્ય કેન્દ્રને વર્લ્ડ બેંક અને યુનિસેફનું ફંડના મળ્યુ હોત.
ઓગષ્ટ-૨૦૨૧ સુધી અફઘાનિ સ્તાનના લગભગ બધા જાહેર આરોગ્ય કેન્દ્રને આંતરાષ્ટ્રીય ફંડીગની મદદથી ચલાવતા હતા પણ જયારે તાલિબાને આ દેશ પર કબ્જો કર્યો ત્યારે આ ફંડીગ રોકી દેવાયું કેમ કે તેના પર કેટલીયે જાતના આંતરાષ્ટ્રીય પ્રતિબંધો લગાવવામાં આવ્યા. આ કારણે અહીંની આરોગ્ય સેવાઓ ઠપ થઇ ગઇ. એટલે એ મદદ કરનારી એજન્સીઓ આગળ આવી છે અને હંગામી ધોરણે મદદ પહોંચાડી રહી છે. પણ આ એક અસ્થિર સમાધાન છે. દુનિયાભરમાં હાલમાં ઘણુબધું થઇ રહયું છે. અને દુનિયાનું ધ્યાન તેના પર હોવાથી અફઘાનિસ્તાન માટે ફંડની અછત થઇ રહી છે.
તો બીજી તરફ તાલીબાન સરકારની જે નિતીઓ છે, ખાસ કરીને મહિલાઓ પર પ્રતિબંધ બાબતે તેના કારણે પણ ફંડ આપનારા ખચકાઇ રહયા છે.
તાલીબાન સરકારના ઉપ-પ્રવકતા હમદુલ્લાહ ફિતરતે બીબીસી જે કહયું, અમને ગરીબી અને કુપોષણ વારસામાં મળ્યું છે, કુદરતી આફો જેમ કે પુર, જળવાયુ પરિવર્તન ના કારણે પરિસ્થિતી વધુ ખરાબ થઇ છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે માનવીય સહાયતા વધારવી જોઇએ, તેમણે આને રાજકીય અને આંતરિક મુદાઓ સાથે ના જોડવી જોઇએ.
છેલ્લા ત્રણ વર્ષમાં અમે દેશના એક ડઝનથી વધારે આરોગ્ય કેન્દ્રોમાં ગયા અને જોયું છે કે, પરિસ્થિત દિવસો દિવસ ખરાબ થઇ રહી છે. હોસ્પિટલોમાં અમારી પાછળ કેટલીક મુલાકાતોમાં અમે કેટલાક બાળકોને મરતા જોયા છે. પણ અમે એ પણ જોયું છે કે જો બાળકોને યોગ્ય સારવાર મળત તો તેમને બચાવી શકાત.
ડોકટર ગનીએ ફોન પર અમને જણાવ્યું હતું કે, જયારે અમે હોસ્પિટલે ગયા હતા ત્યારે બીબી હજીરા જે બહુ કમજોર લાગી નહી હતી. તે હવે પહેલા કરતા સારી છે અને હોસ્પિટલમાંથી તેને રજા પણ આપી દેવાઇ છે.
ડોકટર ગનીનું કહેવું છે, ‘‘જો અમારી પાસે વધારે દવાઓ, સુવિધાઓ અને કર્મચારીઓ હોત તો અમે વધારે બાળકીને બચાવી શકત. અમારા કર્મચારીઓ પ્રતિબધ્ધ છે અને સાથે જ કામ કરવા પણ તૈયાર છે.'' તેમનું કહેવું છે, ‘‘મારે પણ બાળકો છે. જયારે કોઇ બાળક મરે છે તો અમને બહુ દુઃખ થાય છે. મને ખબર છે કે બાળકોને મોતથી માતા-પિતાના દિલ પર શું વીતતું હશે.''
મૃત્યુદર વધવાનું કારણ માત્ર કુપોષણ જ નથી. બીજી બિમારીઓ પણ બાળકોને મારી રહી છે, એવી બિમારીઓ જેની સારવાર શકય છે.
કુપોષણ બોર્ડની બાજુમાં જ આવેલ આઇસીયુમાં છ મહિનાની ઉમરા ન્યુમોનીયા સામે લડી રહી છે. નર્સ જયારે તેને સેલાઇન ડ્રીપ લગાવે છે તો તે જોર જોરથી ચીખે છે. ઉમરાની માતા નસરીન તેની બાજુમાં જ બેઠી છે. તેની આંખોમાંથી આસું ટપકી રહયા છે. તે કહે છે આની જગ્યાએ હું મરી જાઉં તો સારૂ, હું બહુ જ ડરી ગઇ છું. અમે હોસ્પીટલની મુલાકાત લીધી હતી તેના બે અઠવાડીયા પછી ઉમરાનું મોત થઇ ગયું.
આ તો એ બાળકો અને તેમના પરિવારની કહાણી છે, જે હોસ્પીટલ પહોંચવામાં સફળ થય ગયા છે, અસંખ્ય પરિવારો એવા પણ છે, જે હોસ્પીટલે જ નથી પહોંચી શકતા. હોસ્પીટલમાં સારવારની જરૂરીયાતવાળા દર પાંચમાંથી એક બાળક જ હોસ્પીટલની સારવાર મેળવી શકે છે.
આ હોસ્પીટલ પર દર્દીઓનો બોજ એટલો છે કે અસ્માના મોત પછી તરત જ અસ્માનું મોત થયું હતું. એ બેડ પર ત્રણ મહિનાની બાળકી આલીયાને સુવડાવી દેવાઇ હતી. હોસ્પીટલના આ રૂમમાં કોઇ પાસે એટલે સમય નથી કે તે વિચારી શકે કે શું થયું હતું.
જલાલાબાદ હોસ્પીટલ પર પાંચ પ્રાંતના લોકોની સારવારની જવાબદારી છે. તાલીબાન સરકારના આંકડાઓ અનુસાર, આ પાંચ પ્રાંતની વસ્તી લગભગ ૫૦ લાખ છે. હવે આ દબાણ વધારે વધી ગયું છે. ગત વર્ષના અંતમાં પાકિસ્તાને જે સાત લાખ અફઘાની શરણાર્થીઓને જબરદસ્તીથી પાછા મોકલ્યા હતા તેમાંથી મોટાભાગના નંગરહારમાં જ રહી રહયા છે.
આ વર્ષે સંયુકત રાષ્ટ્રએ જે આંકડાઓ જાહેર કર્યા છે. તેમાંથી એક વધુ ચિંતાજનક વાત આ હોસ્પિટલની આસપાસ રહેતા સમુદાય માટે સામે આવી છે. અફધાનિસ્તાનમાં પાંચ વર્ષથી ઓછી વયના ૪૫ ટકા બાળકો અવિકસીત છે એટલે કે તેમની ઉંચાઇ સામાન્ય કરતા ઓછી છે. રોબીનાનો બે વર્ષનો પુત્ર મોહમ્મદ ઉભો નથી થઇ શકતો, આ ઉમરે તે જેટલો મોટો હોવો જોઇતો હતો તેનાથી તે ઘણો નાનો છે.
રોબીન કહે છે. ‘‘ ડોકટરો મને કહ્યું છે કે જો આવતા ત્રણ થી છ મહિના માટે મોહમ્મદને સારવાર મળે તો તે સાજો થઇ જશે. પણ જયારે અમારી ખાવા માટેના પણ પૈસા નથી, તો સારવારના પૈસા કયાંથી લાવવા?
રોબીના અને તેના પરિવારે ગયા વર્ષે પાકિસ્તાન છોડવું પડયું હતું હવે તે જલાલાબાદ થી થોડા દુર એક ઝુંપડપટ્ટીમાં રહે છે. ત્યાં સુધી જવા માટે એક કાચો રસ્તો છે. જે ધૂળીયો છે.
રોબીના કહે છે મને ભય છે કે તે વિકલાંગ થઇ જશે અને કયારેય ચાલી નહી શકે પાકિસ્તાનમાં પણ અમારૂ જીવન બહુ મુશ્કેલ જ હતું પણ તયાં કામ હતુ અહી મારા પતિ મજૂરી કરે છે. અને તે પણ કયારેક કયારેક જ મળે છે. તકલીફ જીવનભર રહી શકે છે. અને તેનાથી અમારી આવનારી પેઢીને પણ અસર થઇ શરે છે.
ડોકટર ગની કહે છે અફધાનિસ્તાન પહેલાથી આર્થિક મોરચે સંઘર્ષ કરી રહ્યું છે. ત્યારે જો અમારી ભાવિ પેઢીનો એક મોટો હિસ્સો શારીરીક અથવા માનસિક રીતે નબળો હશે તો અમારો સમાજ કેવી રીતે તેમને મદદ કરશે.
અફધાનિસ્તાનમાં સહાયતા એજન્સી ઓ જે કોમ્યુનીટી ન્યુટ્રીશન પ્રોગ્રામ ચલાવી રહી છે. તેમાં ભારે કાપ જોવા મળ્યો છે. આમાથી કેટલાયને જરૂરી ધનરાશીનો માત્ર એક ચતુર્યાશ હિસ્સો જ મળે છે.
શેખ મિસરીની એક પછી એક ગલીઓમાં આમને એવા પરિવારો મળ્યો, જેમના બાળકો કા તો કુપોષણ સામે લડી રહ્યા છે.અથવા તો પુર્ણ રૂપે વિકસીત નથી થઇ શકયા સરદાર ગુલના બે બાળકો કુપોષિણ છે. ત્રણ વર્ષનો ઉમર અને આઠ મહિનાનો મુજબ ચમકદાર આંખો ધરાવતો મુજીબ સરદાર ગુલના ખોળામાં બેઠો છે.
સરદાર કહે છે એક મહિના પહેલા મુજીબનું વજન ત્રણ કીલોથી પણ ઓછું થઇ ગયું હતું. પછી જયારે અમે સહાયતા એજન્સીમાં તેનું નામ રજીસ્ટર કરાવવામાં સફળ થયા તો અમને ફૂડ પેકેટ મળવા લાગ્યા તેનાથી અમને બહુ મદદ મળી
મુજીબ હજુ પણ પોતાની ઉમરના હિસાબે વિકસીત નથી થયો જો કે તેની સ્થિતિ સુધરી રહી છે. એ વાતનું પ્રમાણ છે કે જો સમયસર સારવાર મળે તો બાળકો મોત અને વિકલાંગતાથી બચી શકે છે. (બીબીસી નો અહેવાલ આભાર)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
