News of Monday, 23rd September 2024
૧૯૪૭ના ભાગલા પછી પહેલી વખત વિધાનસભા ચુંટણીઓમાં મતદાન કરશે સામે પારથી આવતા હિન્દુ પરિવારો

જમ્મુ તા. ર૩: ૧૯૪૭ના ભાગલા પછી પહેલી વખત પાકિસ્તાનથી જમ્મુ-કાશ્મીરમાં પલાયન કરવાવાળા હિન્દુ આગામી વિધાનસભાની ચુંટણીઓમાં પોતાનો મત આપશે. સમુદાય માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે અને હવે આ સભ્યો દશકોથી રાજનીતિક હાસિયામાં ધકેલાયા હતા જે હવે પોતાનો મતાધિકાર વાપરશે.
આ બદલાવ ર૦૧૯માં અનુચ્છેદ ૩૭૦ માં કરાયા પછી સંભવ બન્યું. જેમાં આ શરણાર્થીઓને જમ્મુ-કાશ્મીરમાં સ્થાયી નિવાસીનો દરજ્જો મળ્યો. ૭૦ થી વધુ વર્ષોથી આ લોકો રાજય વિધાનસભામાં મતદાન કરી શકતા ન હતા. હવે લોકતાંત્રીક પ્રક્રિયામાં ભાગ લેવાનું તેમનું જનુ સપનું ૧ ઓકટોબરે પુરૂ થશે.
વેસ્ટ પાક રીફયુજી એકશન કમીટી જે લાંબા સમયથી તેમના મતાધિકાર માટે વકિલાત કરતી હતી તેમણે ખુશી વ્યકત કરી હતી. નામ ન આપવાની શરતે સમીતીના એક સભ્યએ કહયું કે, અમારા માટે મતદાનનો દિવસ કોઇ તહેવારથી ઓછો નહિ હોય. હલવા-પુરી-લાડવા જેવા વ્યંજનો સાથે જશ્ન મનાવવાની તૈયારી થઇ રહી છે. વિસ્થાપીત સમુદાય જેમાં લગભગ પ૭૦૦ હિન્દુ પરિવારો છે. જે ૧૯૪૭માં પાકિસ્તાનથી જમ્મુ-કાશ્મીર આવ્યા હતા.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
