હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બીજા ચરણમાં ર૩૮માંથી ૪૯ ઉમેદવારો સામે ગુન્હાઓ નોંધાયેલા છે

જમ્મુ તા. ર૩: જમ્મુ-કાશ્મીરમાં બે દિવસ પછી તા. રપ સપ્ટેમ્બરે થવા જઇ રહેલી વિધાનસભાની ચુંટણીઓના બીજા ચરણમાં ચુંટણી લડી રહેલા ર૩૮ ઉમેદવારોમાંથી ર૧ ટકા (૪૯) સામે અપરાધીક મામલા નોંધાયેલા છે. જયારે ૩૭ ટકા (૧૬) ઉમેદવારોએ પોતાના ઘોંષણાપત્રમાં ગંભીર આરોપો જાહેર કર્યા છે. આવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવાવાળી પાર્ટીઓમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સૌથી આગળ છે. ત્યાર બાદ ભાજપા, પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટી અને નેશનલ કોન્ફરન્સ છે. એસોસીએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મસના વિશ્લેષણ મુજબ ૩ ઉમેદવારોએ આઇપીસી ૩૦૭ મુજબ હત્યાના પ્રયાસનો આરોપ જાહેર કર્યો છે. ૭ ઉમેદવારોએ મહિલાઓ સબધી અપરાધના મામલા જાહેર કર્યા છે. ૭ માંથી ૧ ઉમેદવારે પોતાના સામેનો બળાત્કારનો મામલો પણ જાહેર કર્યો છે. ગુન્હાહીત મામલાવાળા પાર્ટીવાર ઉમેદવારો જોઇએ તો પીડીપીના ર૬માંથી ૪, ભાજપના ૧૭માંથી ૪, કોંગ્રેસના ૬ માંથી ર અને નેશનલ કોન્ફરન્સના ર૦ માંથી ૧ ઉમેદવાર સામે ગુન્હાઓ નોંધાયેલા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
