<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

પૂંછમાં એલઓસી ઉપર ઘુસણખોર ઝડપાયો : હથિયારો-બોંમ્‍બ જપ્‍ત

જમ્‍મુ તા. ર૩: જમ્‍મુ-કાશ્‍મીરમાં પૂંછ જીલ્લામાં એલઓસી ઉપર એક પાકિસ્‍તાની ઘુસણખોરને ઝડપી લેવાયો હતો. જયારે જમ્‍મુ સેકટરમાં આંતરરાષ્‍ટ્રીય બોર્ડર ઉપર ઘુસણખોરીનો પ્રયાસ નિષ્‍ફળ બનાવતા બીએસએફના જવાનોએ મોટી માત્રામાં ગોલાબારૂદ અને હથીયારો કબ્‍જે કર્યા હતા.

સુરક્ષા અધિકારીઓએ જણાવ્‍યું કે, રવિવારે પૂંછ જીલ્લામાં મેંઢરમાં નિયંત્રણ રેખાની સુરક્ષા કરી રહેલા ભારતીય સેનાના જવાનોએ  ૩પ વર્ષીય પાકિસ્‍તાની ઘુસણખોરને ઝડપી લીધો હતો. ઝડપાયેલા શખ્‍સની ઉંડી પુછપરછ ચાલી રહી છે. ભારતમાં ઘુસવા પાછળના હેતુ વિષે જાણકારી મેળવવા સુરક્ષા દળો કોશીષ કરી રહયા છે. આ વચ્‍ચે બીએસએફએ રવિવારે અહિંયા આંતરરાષ્‍ટ્રીય સીમા ઉપર એક આતંકીને  ઘુસણખોરી કરતા નિષ્‍ફળ બનાવી હથિયારો અને ગોલાબારૂદ ઝડપી લીધા હતા.

(1:40 PM IST)