હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
GSTમાં ધરખમ ફેરફારો થવાની શકયતા
૨૫મીએ બેઠક : દરોમાં ફેરફાર અંગે થશે ચર્ચા-નિર્ણય

નવી દિલ્હી, તા.૨૩: દેશભરમાં એકસમાન ટેક્સ જીએસટીના દરમાં ફેરફાર કરવા અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. આ અઠવાડિયે મંત્રીઓનું એક જૂથ મળવા જઈ રહ્યું છે અને આ બેઠક પહેલા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વખતે આ મુદ્દા પર ચર્ચા થશે અને જીએસટીના દરોમાં ફેરફાર કરવામાં આવશે.
આ વખતે મંત્રીઓના જૂથની બેઠક ૨૫મીએ શરૂ થઈ રહી છે અને ૨૫ સપ્ટેમ્બર સુધી ચાલશે. આ બેઠક ગોવામાં યોજાવા જઈ રહી છે. આ જૂથની રચના GST દરોને તર્કસંગત બનાવવા અંગે નિર્ણય લેવા માટે કરવામાં આવી છે, જેનું નેતળત્વ બિહારના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન સમ્રાટ ચૌધરી કરી રહ્યા છે.
GST સ્લેબ અને દર
હાલમાં દેશમાં ૫%, ૧૨%, ૧૮% અને ૨૮%ના દર સાથે ચાર GST સ્લેબ છે. હવે આ સ્લેબ ઘટાડવાની માંગ વધી રહી છે.
આ રાજ્ય સ્લેબમાં ફેરફારના વિરોધમાં છે
પશ્ચિમ બંગાળ અને કર્ણાટક હજુ સુધી સ્લેબ અંગે ફેરફાર કરવાના પક્ષમાં નથી. છેલ્લી બેઠકમાં પશ્ચિમ બંગાળના નાણાપ્રધાન ચંદ્રિમા ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે, મેં કહ્યું હતું કે GST સ્લેબમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. કર્ણાટકના મહેસૂલ મંત્રી કળષ્ણા બાયરે ગૌડાએ પણ આનો વિરોધ દર્શાવ્યો હતો.
મંત્રીઓના જૂથની બેઠકમાં આઇટમ-બાય-આઇટમ દરોની ચર્ચા કરવામાં આવશે. આ મીટિંગ પછી, કેટલાક સામાન પર ટેક્સના દર વધી શકે છે અને કેટલાક કિસ્સાઓમાં દરો ઘટી શકે છે. મંત્રીઓનું જૂથ એ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે કે GST દરોમાં ફેરફારની તે ચીજવસ્તુઓ પર વધુ અસર ન થાય જે મોટાભાગના લોકો વાપરે છે.બેઠકમાં જે પણ નિર્ણય લેવામાં આવશે તે GST કાઉન્સિલની આગામી બેઠકમાં મૂકવામાં આવશે. ત્યાર બાદ GST કાઉન્સિલ દ્વારા આખરી નિર્ણય લેવામાં આવશે. GST કાઉન્સિલની આગામી એટલે કે ૫૫મી બેઠક નવેમ્બર મહિનામાં યોજાવા જઈ રહી છે. GST કાઉન્સિલનું નેતળત્વ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ કરે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
