<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

યુપી - રાજસ્‍થાન - મ.પ્રદેશમાં અનુસુચિત જાતિ ઉપર સોથી વધુ અત્‍યાચાર : રીપોર્ટમાં ચોંકાવનારો દાવો

૯૭.૭ ટકા કેસ તો માત્ર ૧૩ રાજયોમાં

નવી દિલ્‍હી, તા.૨૩: ૨૦૨૨ માં અનુસૂચિત જાતિ (SC) સામેના તમામ અત્‍યાચારના કેસોમાંથી લગભગ ૯૭.૭% કેસ ૧૩ રાજ્‍યોમાં નોંધાયા હતા. જેમાં સૌથી વધુ આવા ગુના ઉત્તર પ્રદેશ, રાજસ્‍થાન અને મધ્‍યપ્રદેશમાં નોંધાયા છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્‍યાચાર નિવારણ) અધિનિયમ હેઠળના નવા સરકારી અહેવાલ મુજબ, લ્‍વ્‍ત સામેના મોટાભાગના અત્‍યાચારો પણ આ ૧૩ રાજ્‍યોમાં કેન્‍દ્રિત હતા, જ્‍યાં ૨૦૨૨ માં તમામ કેસોમાંથી ૯૮.૯૧% નોંધાયા હતા. ૧૪ રાજ્‍યોના ૪૯૮ માંથી માત્ર ૧૯૪ જિલ્લાઓમાં જ આ કેસોની સુનાવણી ઝડપી કરવા માટે વિશેષ અદાલતોની સ્‍થાપના કરવામાં આવી હતી.

૨૦૨૨માં SC વિરુદ્ધ અત્‍યાચારના કુલ ૫૧,૬૫૬ કેસ નોંધાયા હતા

યુપીમાંથી ૧૨,૨૮૭ કેસ, આ કુલ કેસના ૨૩.૭૮% છે.

રાજસ્‍થાનમાં ૮,૬૫૧ કેસ, કુલ કેસના ૧૬.૭૫%

મધ્‍યપ્રદેશમાં ૭,૭૩૨ કેસ, કુલ કેસના ૧૪.૯૭%

બિહારમાં ૬,૭૯૯ કેસ, કુલ કેસના ૧૩.૧૬%

ઓડિશામાં ૩,૫૭૬ કેસ, કુલ કેસના ૬.૯૩%

મહારાષ્‍ટ્રમાં ૨,૭૦૬ કેસ, કુલ કેસના ૫.૨૪%

આ ૬ રાજ્‍યોમાં કુલ કેસોમાં લગભગ ૮૧% હિસ્‍સો છે

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્‍યું હતું કે વર્ષ ૨૦૨૨ દરમિયાન ભારતીય દંડ સંહિતા તેમજ SC/ST એક્‍ટ હેઠળ નોંધાયેલા કુલ કેસો (૫૨,૮૬૬)માંથી ૯૭.૭% (૫૧,૬૫૬) કેસો ૧૩ રાજ્‍યોમાં છે.

ST પર અત્‍યાચારના સૌથી વધુ કેસ ૧૩ રાજ્‍યોમાં છે

૨૦૨૨માં ST કાયદા હેઠળ ૯,૭૩૫ કેસ નોંધાયા હતા

એમપીમાં સૌથી વધુ ૨,૯૭૯ કેસ, આ ૩૦.૬૧% છે

રાજસ્‍થાનમાં ૨,૪૯૮ કેસ, આ ૨૫.૬૬% છે

ઓડિશામાં ૭૭૩ કેસ, આ ૭.૯૪% છે

૬૯૧ કેસ (૭.૧૦%) સાથે મહારાષ્‍ટ્ર અને ૪૯૯ કેસ (૫.૧૩%) સાથે આંધ્ર-દેશ પણ સામેલ છે.

SC સંબંધિત ૬૦.૩૮% કેસોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

ખોટા દાવાઓ અથવા પુરાવાના અભાવ જેવા કારણોને લીધે ૧૪.૭૮% અંતિમ અહેવાલ સાથે સમાપ્ત થયું

૨૦૨૨ના અંત સુધી ૧૭,૧૬૬ કેસોની તપાસ બાકી છે

એસટી પર અત્‍યાચાર સંબંધિત ૨,૭૦૨ કેસ હજુ તપાસ હેઠળ છે

(3:10 PM IST)