કિરણ રાવ દ્વારા દિગ્દર્શીત પ્રથમ ફિલ્મ વાહ...ફિલ્મ ‘‘લાપતા લેડીઝ'' વિદેશી ફિલ્મ કેટેગરીમાં ‘ઓસ્કાર' માટે ભારતની સત્તાવાર ફિલ્મ ઘોષીત

નવી દિલ્હી : કિરણ રાવની દિગ્દર્શિત પ્રથમ ફિલ્મ, ‘‘લાપતા લેડીઝ'', ૨૦૨૫ માં શ્રેષ્ઠ વિદેશી ફિલ્મ કેટેગરીમાં ‘‘ઓસ્કાર'' માટે ભારતની સત્તાવાર ફિલ્મ ઘોષિત ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા (FFI) એ આ સમાચારની પુષ્ટિ કરી. આ ફિલ્મને ૧૨ હિન્દી ફિલ્મો, ૬ તમિલ ફિલ્મો અને ૪ મલયાલમ ફિલ્મોમાંથી પસંદ કરવામાં આવી છે. તે પ્રભાસની કલ્કી ૨૮૯૮ એડી, રણબીર કપૂરની એનિમલ, કાર્તિક આર્યનની ચંદુ ચેમ્પિયન, રાજકુમાર રાવની શ્રીકાંત, વિકી કૌશલની સામ બહાદુર અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મલયાલમ ફિલ્મ આતમ સાથે સ્પર્ધામાં હતી.
આસામી દિગ્દર્શક જાહનુ બરુઆની આગેવાની હેઠળની ૧૩ સભ્યોની પસંદગી સમિતિએ સર્વાનુમતે નિર્ણય લીધો હતો કે આમિર ખાન અને કિરણ રાવ દ્વારા નિર્મિત લાપતા લેડીઝને ઓસ્કાર એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ શ્રેણી માટે ધ્યાનમાં લેવામાં આવે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
