<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

અમેરિકાએ ભારતને પાછી આપી ૨૯૭ એન્‍ટિક કલાકૃતિઓ

ન્‍યુયોર્ક, તા.૨૩: વડાપ્રધાન મોદીની અમેરિકા મુલાકાત વખતે અમેરિકાએ ગઈ કાલે ભારતને ૨૯૭ બહુમૂલ્‍ય કલાકૃતિઓ પાછી આપી હતી. આ ઍન્‍ટિક ચીજવસ્‍તુઓ દાણચોરીથી ભારતથી વિદેશોમાં જતી રહી હતી. ૨૦૧૪થી અત્‍યાર સુધીમાં ભારતે પાછી મેળવેલી કલાકૃતિઓની સંખ્‍યા ૬૪૦ થઈ છે, એમાં અમેરિકાથી ભારત પાછી ફરેલી ઍન્‍ટિકની સંખ્‍યા ૫૭૮ છે. ૨૦૨૧માં અમેરિકાએ વડાપ્રધાન મોદીની મુલાકાત વખતે ૧૫૭ પુરાતત્ત્વ અવશેષ સોંપ્‍યા હતા. ૨૦૨૩માં અમેરિકાએ ૧૦૫ ઍન્‍ટિક કલાકૃતિઓ પાછી આપી હતી. અમેરિકા સિવાય બ્રિટને ૧૬ અને ઑસ્‍ટ્રેલિયાએ પણ ૪૦ કલાકળતિઓ પાછી આપી છે

(3:43 PM IST)