હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ફિલ્મ ‘લાપતા લેડીઝ' ભારત તરફથી ઓસ્કારમાં જશે
૨૯ ફિલ્મોની યાદીમાંથી ‘લાપતા લેડીઝ'ને ઓસ્કારમાં ભારતની એન્ટ્રી માટે પસંદ કરવામાં આવી

નવી દિલ્હી, તા.૨૩: આ વર્ષે રિલીઝ થયેલી કિરણ રાવ દિગ્દર્શિત ફિલ્મ ‘લાપતા લેડીઝ'ની લોકોને ભરપુર પ્રશંસા કરી હતી. હવે આ ફિલ્મને ઓસ્કાર ૨૦૨૫ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ સોમવારે આ અંગે જાહેરાત કરી હતી.
ફિલ્મ ‘લાપતા લેડીઝ' પિતળસત્તાક સમાજ હળવો વ્યંગ્ય છે. ૨૯ ફિલ્મોની યાદીમાંથી ‘લાપતા લેડીઝ'ને ઓસ્કારમાં ભારતની એન્ટ્રી માટે પસંદ કરવામાં આવી હતી. ૨૯ ફિલ્મોની યાદીમાં બોલિવૂડની હિટ ફિલ્મ એનિમલ, મલયાલમ ફિલ્મ ‘અઅટ્ટમ' અને કાન્સ વિજેતા ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ'નો સમાવેશ થાય છે. તમિલ ફિલ્મ ‘મહારાજા', તેલુગુ ફિલ્મ કલ્કી ૨૮૯૮ એડી અને હનુમાન, તેમજ હિન્દી ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર'અને ‘આર્ટિકલ ૩૭૦' પણ આ યાદીમાં હતી.
આસામી દિગ્દર્શક જાહનુ બરુઆની આગેવાની હેઠળની ૧૩ સભ્યોની પસંદગી સમિતિએ સર્વસંમતિથી આમિર ખાન અને રાવ દ્વારા નિર્મિત લાપતા લેડીઝ પર પસંદગી ઉતારી હતી. ગયા વર્ષે મલયાલમ સુપરહિટ ૨૦૧૮: એવરી ઈઝ હિરો'ને ઓસ્કાર માટે મોકલવામાં આવી આવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
