<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

પંડિત હૃદયનાથ મંગેશકરે સંજીવની ભેલાંદેને લતાદીદી એવોર્ડ જાહેર કર્યો

ધંધાની ચિંતામાં ભાટીયાના જોધાભાઈ કરસનભાઈ વરમલ (ઉ.૪૫) નામના ગઢવી યુવાને ઝેરી દવા પીને આપઘાત કર્યો પં. સુરેશ તલવલકર દ્વારા ૨૮ સપ્‍ટેમ્‍બરના રોજ એક લાખ રોકડા અને ટ્રોફી સાથે આ એવોર્ડ આપવામાં આવશે

મુંબઈ : સ્‍વ લતા મંગેશકર ના ભાઈ હૃદયનાથ મંગેશ કરે સુપ્રસિદ્ધ ગાયિકા સંજીવની ભેલાંડેને લતાદીદી એવોર્ડ એનાયત થયાનું જાહેર કર્યું છે. હૃદયનાથજીએ કહ્યું હતું કે સંજીવનીનો અવાજ લતાદીદીની ખૂબ નજીક છે. તે લતાદીદી માટે ખૂબ જ માન ધરાવે છે. સંજીવની લતાજીની ગાયકીને સારી રીતે સમજે છે અને લતાદીદીના સંગીતના સારને કેપ્‍ચર અને અભિવ્‍યક્‍ત કરવામાં સક્ષમ છે. તે માત્ર ક્‍લોન નથી.  તેણી તેની ‘કોપી' કરતી નથી.  નકલ કરવામાં કોઈ મજા નથી, તે વ્‍યક્‍તિનું કેરિકેચર બનાવે છે.  જેમ આપણે સંત જ્ઞાનેશ્વરનું અનુકરણ કરીએ છીએ.  અમે તેની ‘કોપી' કરતા નથી.  એ જ રીતે સંજીવની લતાજીનું અનુકરણ કરે છે. તે સારી રીતે -શિક્ષિત ગાયિકા છે.  તેણે ક્‍લાસિકલ ડાન્‍સ પણ શીખ્‍યો છે અને તેણી પાસે આધ્‍યાત્‍મિક ઊંડાણ છે. તેણે મીરાબાઈના ગીતોનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે.  આ એક ખૂબ જ અનોખો પ્રોજેક્‍ટ છે.   લતા મંગેશકર એવોર્ડ વિજેતા સંજીવની ભેલાંડે  ‘ઉત્તમ ગાયિકા' છે. આ પુરસ્‍કાર રૂ. ૧ લાખ રોકડા અને ટ્રોફી છે. તસવીરમાં હૃદયનાથ મંગેશકર સાથે સંજીવની ભેલાંદે નજરે પડે છે. સંજીવની એ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છ - ગુજરાતમાં લતાજી ના ગીતો સહિત સંખ્‍યાબંધ સંગીતના કાર્યક્રમ આપ્‍યા છે.. હૃદયનાથજી એ કહ્યું હતું કે સંજીવનીને આ એવોર્ડ શ્રેષ્ઠ ગાયિકા તરીકેનો આપવામાં આવે છે. જેમાં એક લાખ રૂપિયા રોકડા અને ટ્રોફી નો સમાવેશ થાય છે.

(4:24 PM IST)