News of Monday, 23rd September 2024
SBIને પછાડીને બજાજ બન્યું દેશનું ત્રીજું સૌથી મોટું મૂલ્યવાન નાણાકીય જૂથ
બજાજ ગ્રૂપની ચાર લિસ્ટેડ નાણાકીય કંપનીઓ બજાજ હોલ્ડિંગ્સ, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ અને તાજેતરમાં લિસ્ટેડ બજાજ હાઉસિંગ ફાઇનાન્સનું માર્કેટ કેપ રૂ.૧૦.૩૬ લાખ કરોડ સુધી પહોંચી ગયું છે

નવી દિલ્હીઃ બજાજ ગ્રુપ દેશનું ત્રીજું સૌથી મોટું મૂલ્યવાન જૂથ બની ગયું છે. આ સિદ્ધિ તેના SBI ગ્રુપને હરાવીને હાંસલ કરી છે. બજાજ ગ્રૂપની ચાર લિસ્ટેડ નાણાકીય કંપનીઓ બજાજ હોલ્ડિંગ્સ, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ અને તાજેતરમાં લિસ્ટેડ બજાજ હાઉસિંગ ફાઇનાન્સનું માર્કેટ કેપ રૂ. ૧૦.૩૬ લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. બીજી તરફ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ અને એસબીઆઈ કાર્ડ્સ અને પેમેન્ટ સર્વિસીસનું સંયુક્ત માર્કેટ કેપ ઘટીને રૂ. ૯.૬ લાખ કરોડ થઈ ગયું છે. જો કે, અસ્કયામતોના સંદર્ભમાં, બજાજ જૂથ અન્ય નાણાકીય જૂથો કરતાં ઘણું પાછળ છે.
૧૫.૭૫ લાખ કરોડની માર્કેટ કેપ સાથે HDFC ગ્રુપ દેશનું સૌથી મોટું નાણાકીય જૂથ છે. ICIC ગ્રુપ રૂ. ૧૧.૯૫ લાખ કરોડ સાથે બીજા સ્થાને છે. ICICI ગ્રુપ પાસે ચાર લિસ્ટેડ કંપનીઓ છે. તેમાં ICICI બેંક, ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ, ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ અને ICICI સિકયોરિટીઝનો સમાવેશ થાય છે. એક્સિસ બેન્ક રૂ.૩.૮૫ લાખ કરોડના માર્કેટ કેપ સાથે આ યાદીમાં પાંચમા સ્થાને છે અને કોટક મહિન્દ્રા બેન્ક રૂ.૩.૭૯ લાખ કરોડના માર્કેટ કેપ સાથે છઠ્ઠા સ્થાને છે.
જો કે, એસેટ્સના સંદર્ભમાં, એસબીઆઈ ૬૪.૨૯ લાખ કરોડ રૂપિયા સાથે ટોચ પર છે. ૪૧.૫૬ લાખ કરોડ સાથે બીજા, એચડીએફસી ગ્રુપ (રૂ. ૩૮.૫૫ લાખ કરોડ) ત્રીજા, એક્સિસ બેન્ક (રૂ. ૧૪.૫૩ લાખ કરોડ) ચોથા, કોટક મહિન્દ્રા બેન્ક (રૂ. ૭.૨૪ લાખ કરોડ) પાંચમા અને બજાજ જૂથ (રૂ. ૩.૯૩ લાખ કરોડ) છઠ્ઠા ક્રમે છે. ચોખ્ખા નફાના સંદર્ભમાં પણ SBI રૂ. ૬૭,૧૦૩ કરોડ સાથે પ્રથમ સ્થાને છે. HDFC બેંક (રૂ. ૬૩,૮૯૯ કરોડ) બીજા ક્રમે, ICICI ગ્રૂપ (રૂ. ૪૪,૨૪૬ કરોડ) ત્રીજા ક્રમે, એક્સિસ બેન્ક (રૂ. ૨૬,૩૮૬ કરોડ) ચોથા ક્રમે, કોટક મહિન્દ્રા બેન્ક (રૂ. ૧૮,૨૧૩ કરોડ) પાંચમા અને બજાજ ગ્રૂપ (રૂ. ૧૫,૪૧૫ કરોડ) છઠ્ઠા ક્રમે છે.(
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
