<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

સોનામાં જબરો ઉછાળો : 10 ગ્રામ ના 76 હજાર

નવી દિલ્હી : ભારતમાં સોનાની કિંમત પહેલીવાર 76,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઉપર પહોંચી ગઈ છે. આ ઉછાળો દિલ્હી, જયપુર, લખનૌ અને ચંદીગઢ જેવા મોટા શહેરોમાં પણ જોવા મળ્યો છે.

ભારતમાં સોનાના ભાવમાં થયેલા વધારાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારતમાં સોનાની કિંમત પહેલીવાર 76,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઉપર પહોંચી ગઈ છે. આ ઉછાળો દિલ્હી, જયપુર, લખનૌ અને ચંદીગઢ જેવા મોટા શહેરોમાં પણ જોવા મળ્યો છે. આ વધારા પાછળ ઘણા કારણો છે, પરંતુ સૌથી મોટા પરિબળોમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા વિવિધ રાજકીય તણાવનો સમાવેશ થાય છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્પોટ ગોલ્ડ 0.2% વધીને રૂ. 2,19,000 પ્રતિ ઔંસ પર પહોંચ્યું, જે અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે. અગાઉ તેણે 2,19,150 પ્રતિ ઔંસનો રેકોર્ડ બનાવ્યો હતો. એક ઔંસમાં 28 ગ્રામ વજન હોય છે.
આ વર્ષે સોનાની કિંમતમાં લગભગ 27%નો વધારો થયો છે, જે 2010 પછીનો સૌથી મોટો વાર્ષિક વધારો હોવાની શક્યતા છે. યુએસ ગોલ્ડ ફ્યુચર્સ પણ 0.3% વધીને આશરે રૂ. 2,21,000 પ્રતિ ઔંસ સુધી પહોંચ્યા છે.

 

(5:55 PM IST)