તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
બંગાળની ખાડીમાં બનેલ સિસ્ટમ્સ વાવાઝોડામાં પરિવર્તિત : 15 રાજ્યોમાં એલર્ટ જાહેર
Imd એ કહ્યું વાવાઝોડું એક સપ્તાહમાં 15 રાજયોમાં નાની મોટી અસર કરી શકે છે, કેટલાક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે

નવી દિલ્હી : ભારતીય હવામાન વિભાગે ભારે ચક્રવાતી તોફાન આવવાની સંભાવના વ્યક્ત કરી છે. આ માટે વિભાગે 15 રાજ્યોમાં એલર્ટ પણ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ચક્રવાત બની ગયું છે અને તેના કારણે દેશમાં ભારે વાવાઝોડું આવી શકે છે.
15 રાજ્યોમાં વાવાઝોડાની અસર થવાની સંભાવના
આઈએમડીએ એમ પણ કહ્યું છે કે, આ વાવાઝોડાના કારણે માત્ર એક-બે નહિં, પરંતુ 15 રાજ્યોને અસર થઈ શકે છે. તેથી સંભવિત વાવાઝોડાને ધ્યાને રાખી આ રાજ્યોના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. આ વાવાઝોડા પહેલા લોકોને તેમના ઘરોમાં રહેવાની અપીલ કરવામાં આવી છે અને માછીમારોને પણ બીચ નજીક ન જવા માટે અપીલ કરવામાં આવી છે.
હવામાન વિભાગના રિપોર્ટ મુજબ, વાવાઝોડું ક્યારે આવશે, તે અંગે હાલ કોઈ તારીખ જાહેર કરાઈ નથી, પરંતુ વાવાઝોડું અઠવાડિયાની અંદર આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એવું મનાઈ રહ્યું છે કે, વાવાઝોડું એક સપ્તાહની અંદર 15 રાજ્યોમાં નાની-મોટી અસર કરી શકે છે. કેટલાક રાજ્યોમાં ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેના કારણે તેની આસપાસના રાજ્યોની પણ મુશ્કેલી વધી શકે છે.
આઈએમડીની માહિતી મુજબ વાવાઝોડાની સૌથી વધુ અસર દેશના દક્ષિણી રાજ્યો ખાસ કરીને કેરળ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટકમાં જોવા મળી શકે છે. આ ઉપરાંત છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા અને ગોવામાં જોવા અસર થઈ શકે છે. એટલું જ નહીં દેશના પૂર્વોત્તર રાજ્યોને લઈને પણ ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા પણ સામેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
