હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
GST ના દરની તર્કસંગતતા પર ચર્ચા કરવા ૨૫ સપ્ટેમ્બરે ગોવા ખાતે જીએસટી પેનલની બેઠક મળશે
હાલમાં ૧૨ અને ૧૮ ટકાના દરને એકત્રિત (મર્જ) કરવાની વાતો થઈ રહી છે, પરંતુ હજુ સુધી કોઈ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો નથી

નવીદિલ્હી : જીએસટીના દરની તર્કસંગતતા પર ચર્ચા કરવા માટે ૨૫ સપ્ટેમ્બરના રોજ ગોવામાં એક બેઠક મળી રહી હોવાનું જાણવા મળે છે. ૬ સભ્યોના ગ્રુપ મિનિસ્ટર્સના સભ્યોમાં ઉત્તર પ્રદેશના નાણા પ્રધાન સુરેશકુમાર ખન્ના, રાજસ્થાનના હેલ્થ સર્વિસ મિનિસ્ટર ગજેન્દ્રસિંહ અને કેરલના નાણાપ્રધાન કે.એન.બાલગોપાલન નો આ બેઠકમાં સમાવેશ થાય છે.
નોંધનીય બાબત એ છે કે. હાલ ૫, ૧૨, ૧૮ અને ૨૮ ટકાના ચાર સ્તરના દરમાં ગૂડસ્ એન્ડ સર્વિસ ટેક્સને વર્ગિકૃત કરવામાં આવ્યો છે. હાલમાં ૧૨ અને ૧૮ ટકાના દરને એકત્રિત (મર્જ) કરવાની વાતો થઈ રહી છે, પરંતુ હજુ સુધી કોઈ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો નથી.
૧૨ ટકાની આસપાસ જીએસટી દર ૧૫.૩ ટકાના રેવન્યુ ન્યૂટલ રેટથી નીચે આવી ગયો હોવાથી જીએસટીના દરને તર્કસંગત બનાવવા પર ચર્ચા કરવાની આવશ્યકતા ઊભી થઈ છે. જોકે કર્ણાટક અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો જીએસટીના દરમાં ફેરબદલની તરફેણમાં નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
