હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આંધ્રપ્રદેશના વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ મંદિરના લાડુના પ્રસાદમાં ભેળસેળનો ખુલાસો થયા બાદ હવે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં ઉંદરના બચ્ચાઓનો વીડિયો સામે આવ્યા બાદ લાડુની શુદ્ધતા પર સવાલો ઉઠીયા
CCTV ફૂટેજમાં પ્રસાદના પેકેટમાં ઉંદર દેખાયા હોવાની ભારે ચર્ચા

નવી દિલ્લી: સીસીટીવી ફૂટેજમાં પ્રસાદના પેકેટમાં ઉંદરો દેખાય છે. આ અંગે સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના સચિવ વીણા પાટીલે દાવો કર્યો છે કે ફૂટેજ માંગદીર ટ્રસ્ટની અંદરના નથી. જોકે, તેણે કહ્યું, 'તમે આ ફોટોગ્રાફ્સ અને વીડિયો ફૂટેજની તપાસ કરશો.'
આ મંદિરમાં દરરોજ લગભગ 50 હજાર લાડુ બનાવવામાં આવે છે. જેમાં એક પેકેટમાં 50 ગ્રામના બે લાડુ હોય છે. જ્યારે તહેવારના સમયમાં પ્રસાદની માંગ વધી જાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભક્તોમાં પ્રસાદ વહેંચતા પહેલા, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ નિયમિતપણે આ લાડુમાં સમાવિષ્ટ વસ્તુઓની તપાસ કરે છે અને તેને પ્રમાણિત કરે છે.
લેબ ટેસ્ટના રિપોર્ટ મુજબ આ લાડુ સાત-આઠ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે અને તે બગડતા નથી. પરંતુ લાડુમાં ઉંદરના બચ્ચા મળ્યા બાદ મંદિરની અંદરના પ્રસાદની સ્વચ્છતા અને શુદ્ધતા પર સવાલો ઉઠી રહ્યા છે.
બીજી તરફ, તિરુપતિ મંદિરના લાડુમાં પ્રાણીની ચરબીના ઉપયોગને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તિરુમાલા તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુના પ્રસાદ માટે ઘી સપ્લાય કરતી કંપનીને નોટિસ ફટકારી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મંત્રાલયે મંદિરમાં ઘી સપ્લાય કરતી ચાર કંપનીઓ પાસેથી પ્રોડક્ટના સેમ્પલ મંગાવ્યા હતા અને તેનું પરીક્ષણ કર્યું હતું. કંપનીના પ્રોડક્શન સેમ્પલ પૈકી એક માપદંડ મુજબ ન હોવાનું જાણવા મળ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
